ગંભીર ગુનાઓને ધ્યાને લઈ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમની પાસા હેઠળ અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે ધકેલાયો

image

પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓને ધ્યાને લઈ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમની પાસા હેઠળ અટકાયત કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ.”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જિલ્લામાં જાહેર જનતામાં પોતાની ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા સૂચના કરેલ જે સુચના આધારે અસામાજીક પ્રવૃત્તી કરતાં ઇસમ સાહિલ દાઉદ અજડીયા, ઉ.વ.૩૩ રહે ખોજા ચોક, સંજોગનગર, ભુજ વાળા વિરૂધ્ધમાં દાખલ થયેલ ગુના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા સાહેબનાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત આરોપી વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અનિલ રાણાવસિયા સાહેબનાઓએ પાસા હેઠળ અટકાયત કરી મજકુર ઇસમ સાહિલ દાઉદ અજડીયા ને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઇ. જે આધારે એલ.સી.બી.ના સ્ટાફ દ્વારા અટકાયતીને શોધી પકડી લાવી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવા સારૂ તજવીજ કરેલ છે.