અંજાર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ કાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ. જે અન્વયે પોલીસ ઈન્સપેકટર એસ.વી.ગોજીયા એલ.સી.બી.નાઓએ પ્રોહીબીશન ની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ રાતત પ્રયત્નશીલ રહી જીલ્લામાં પ્રોહીબીશનની ગેરડાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર સતત વોચ રાખવામાં આવેલ. તે દરમ્યાન એલ.સી.બી ની ટીમ અંજાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હડીકત મળેલ કે ડાના વેલા બડીયા રહે. ઓમનગર, વર્ષામેડી સીમ તા.અંજાર તથા તેના માણસો વિનોદ ઉર્ફે વિશાલ મોહન ડટુઆ રહે. આદિપુર તથા મૃતુ પટેલ રહે. ઓમનગર વર્ષામેડી સીમ તા.અંજાર વાળાઓએ સાથે મળી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી વર્ષામેડી સીમ વિસ્તારમાં ઓમનગરના પાછળના ભાગે આવેલ પડતર ખેતરોમાં ઉતારેલ છે અને તે હાલે મહારાષ્ટ્ર પાસીંગના બોલેરો પીકઅપ ડાલામાં ભરી સગેવગે કરવાની તૈયારી કરી રહેલ છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત બાતમી હડીકત વાળી જગ્યાએ જઈ રોઈડ ડરતા નીચે જણાવ્યા મુજબનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ડાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. હાજર ન મળી આવેલ આરોપીઓનાં નામ (૧) કાના વેલા બઢીયા રહે. ઓમનગર, વર્ષામેડી સીમ તા.અંજાર (૨) વિનોદ ઉર્ફે વિશાલ મોહન ડટુઆ રહે. આદિપુર (3) મૃતુ પટેલ રહે. ઓમનગર વર્ષામેડી સીમ તા.અંજાર (૪) બોલેરો પીકઅપ રજી.નં.MII-15-JC-9765 વાળાનો ચાલક