ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ

image

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરણ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા તથા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત ગાંધીધામ વિસ્તારમાં ખાસ કરીને યુવા પેઢીમાં વધતા જતા નશાના વલણને રોકવા સારૂ નાર્કોટીકસ પદાર્થોનુ ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઈશમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ હોય દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે કચ્છ પ્લેટીનમ આર્કેડ આગળ થોડે દુર સર્વીસ રોડ આગળ કુંદનસિંગ રાજપુત પોતાના કબ્જાની એક્ટીવા રજી.નં.જી.જે-૩૯-કે-૭૬૨૪ વાળીની ડેકીમાં ગેર કાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો વેચાણ કરવા સારૂ રાખેલ છે જે બાતમી હકિકત આધારે પોલીસ ટીમ દ્રારા રેઇડ કરી ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાાંજો વજન- ૧૪૨.૩૩ ગ્રામના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી તેના વિરુધ્ધ NDPS Act (ઘી નાર્કોટિક ડ્રગ્સ એક્ટ સાયકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ) મુજબ કાર્યવાહી કરી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.