રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના હસ્તે અંજાર ખાતે રૂ. ૪૪૦ લાખના વિકાસકામોના વર્ક ઓર્ડરનું તાલુકાના સરપંચશ્રીઓને વિતરણ

7 (8)

ચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાના હસ્તે અંજાર તાલુકા પંચાયત ખાતે આયોજીત કાર્યક્રમમાં રૂ. ૪૪૦ લાખના વિકાસકામોના વર્ક ઓર્ડરનું સરપંચશ્રીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

        કાર્યક્રમમાં તાલુકાના વર્ષ ૨૦૨૬-૨૭ના ૧૫ ટકા વિવેકાધીન ગ્રાન્ટ, એટીવીટી અને ધારાસભ્યશ્રી ગ્રાન્ટના કુલ રૂ. ૪૪૦ લાખના ૧૫૪ કામોની વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરીને ૧૦૦ ટકા વર્ક ઓર્ડર એકીસાથે સરપંચશ્રીઓને વિતરણ કરવામાં આવ્યા હતા.

        આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તાલુકાના વિવિધ ગામોમાં વિકાસના કામો સમયસર શરૂ થાય અને લોકોને ઝડપથી તેનો લાભ મળે તે હેતુથી તમામ વર્ક ઓર્ડર એકીસાથે આપવામાં આવ્યા છે. આ કામો થકી ગામોમાં રસ્તા, પાણી, ગટર સહિતની પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે.

        આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.