ભુજ-ખાવડા નેશનલ હાઇવે-341 પર ગમખ્વાર અકસ્માત બાદ ટ્રાફિક તંત્ર એક્શનમાં

image

ભુજ-ખાવડા નેશનલ હાઇવે-341 પર ગમખ્વાર અકસ્માત બાદ ટ્રાફિક તંત્ર એક્શનમાં,ગઈ રાત્રે ભુજ-ખાવડા રોડ પર વેકરીયા રણ નજીક થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે પરિવારોના સભ્યોના દુઃખદ મોત થયા બાદ પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ અને પ્રશાસન હરકતમાં આવ્યું છે.આ ઘટનાને પગલે આજે લોરીયા ચેકપોસ્ટ પર ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાફિક વિભાગ દ્વારા બેરિકેડ્સ ગોઠવી ટ્રેલર સહિત ભારે વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી. ટ્રેલર ચાલકોના દસ્તાવેજો, વાહનોની સ્થિતિ તેમજ ટ્રાફિક નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.ભુજ-ખાવડા નેશનલ હાઇવે-341 પર વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આવા ચેકિંગ અભિયાનને વધુ કડક બનાવવાની જરૂરિયાત હોવાનું સ્થાનિક લોકોનું માનવું છે. પ્રવાસન માટે મહત્વના આ માર્ગ પર માનવજીવનની સુરક્ષા માટે અસરકારક પગલાં લેવાની પણ માંગ ઉઠી રહી છે.