યાત્રાધામ માતાનામઢમાં રવિવારે પ્રવાસી યાત્રિકોનું ઘોડાપુર..માતાજીના દર્શન તેમજ બપોરે પ્રસાદ માટે ભાવિકોની લાગી લાંબી કતા

image

ભાસ્કર ન્યૂઝ | દયાપર : હાલમાં ચાલી રહેલા કચ્છ રણ ઉત્સવ તેમજ દિવાળી વેકેશનને લઈને મોટી સંખ્યામાં સહેલાણીઓ કચ્છમાં આવ્યા છે અહીં આવેલા આ પ્રવાસીઓ કચ્છના જોવાલાયક તેમજ ફરવાલાયક,તીર્થધામો, યાત્રાધામો સહિતના સ્થળોની મુલાકાત લેતા હોવાથી ઠેર ઠેર મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા મળી રહ્યા છે રવિવારે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં પણ મોટી સંખ્યામાં યાત્રિકોને લઈને નવરાત્રી જેવો માહોલ જોવા મળ્યો હતો અહીં આવેલા મોટી સંખ્યામાં ભાવિકોને લઈને માતાજીના દર્શન માટે પણ યાત્રિકોએ લાંબી કતારો લગાવવાની સાથે બપોરે ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો બીજી તરફ ખાનગી વાહનો દ્વારા અહીં આવેલા સહેલાણીઓને લઈને અહીં ઠેર ઠેર મોટી સંખ્યામાં પ્રવાસીઓએ પોતાના વાહનો પાર્ક કર્યા હતા નવા વર્ષના આરંભ સાથે અહીં મોટી સંખ્યામાં આવતા યાત્રિકોને લઈને અહીંની બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી