આડેસર ગામમાંથી લીલા ગાંજાના છોડ સાથે એક ઈસમને પકડી પાડતી આડેસર પોલીસ

મ્હે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મહે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા “NO DRUGS IN KUTCH CAMPAIGN* અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા તેમજ ગેરકાયેદર માદક પદાર્થના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય. જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ બી.વી.બોરીસાગર, પોલીસ ઇન્સપેક્ટર, આડેસર પોલીસ સ્ટેશનનાઓએ આવી પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપેલ હોય.
જે અનુસંધાને આડેસર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પો.કોન્સ મેહુલભાઈ નાથાભાઈ પીરાણીને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત મળેલ કે હેમગર જાલમગર ગુસાઈ રહે.ફુલવાડી વિસ્તાર, આડેસર તા.રાપર જી.કચ્છ વાળો આડેસર મધ્યે આવેલ તેના રહેણાંક મકાનના આગળના ભાગે આંગણામાં ગેરકાદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરેલ છે* જે બાતમી હકીકત આધારે રેઈડ કરતા સદરહુ હેમગર જાલમગર ગુસાઈ રહે.ફુલવાડી વિસ્તાર, આડેસર તા.રાપર જી.કચ્છ વાળાના રહેણાંક મકાનની બાઉન્ડ્રી/આંગણામાં વનસ્પતિજન્ય ગાંજાના છોડનુ વાવેતર કરી વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ નંગ-૦૨ મળી આવેલ તેમના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની તપાસ પોલીસ ઇન્સપેક્ટર ગાગોદર પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.