મીરઝાપર બસ સ્ટેશન પાસે ગાંજો સાથે ૨ શખ્સોને ઝડપી પાડતી ભુજ એસ.ઓ.જી પોલીસ

એસ.ઓ.જી.ના મદનસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે ભુજ થી મીરઝાપર જતા ગામના પ્રથમ બસ સ્ટેશન પાસે આરોપી અબુબકર અબુ અલ્લાહના ભટ્ટી ઉંમર વર્ષ ૪૨ રહે ચાંદચોક ભીડ નાકા બહાર ભુજ વાળા ના કબજામાંથી સુઝુકી એક્સેસ ટુ વ્હીલર ની ડીકીમા માદક પદાર્થ રાખી જે આરોપી અશ્વિન કાનજી બુચિયા (મારવાડા) ઉંમર વર્ષ ૪૪ રહેલ પ્લોટ નંબર ૧૦૩ અંજલી નગર સુરલભીટ રોડ ભુજ વાળાને ડીલેવરી આપવા આવતા તે બંને આરોપીઓને પકડી પાડેલ કુલ ગાંજો ૯૬૯ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ૪૮૦૦ તથા બ્લુ કલરની સુઝુકી એક એક્સેસ ટુ વ્હીલર જેની કિંમત રૂપિયા ૩૫૦૦૦/- તથા બે સેમસંગના મોબાઇલ સાદા જેની કિંમત રૂપિયા ૧૦૦૦/- તથા એક હીરો હોન્ડા સીડી ૧૦૦ જેની કિંમત રૂ ૫૦૦ એમ કુલ મુદ્દામાલ ૪૫ હજાર ૮૦૦ સાથે આરોપીઓ પકડી પાડેલ આ કામે આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટ કલમ ૮(સી) ૨૦(બી) તથા ૨૯ મુજબ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છેઆ કામગીરીમાં ભુજ શહેર એ ડીવીઝન પી.આઇ એમ. એન. ચૌહાણ તથા એસ.ઓ.જી ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે.જાડેજા એસ આઈ વાછીયાભાઈ ગઢવી, વિજયસિંહ યાદવ પોલીસ હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા સુનીલ પરમાર પોલીસ કોન્સ્ટેબલ રજાકભાઈ સોતા ગોપાલ ગઢવી જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *