ભુજ તાલુકાના માધાપર નજીક સ્કોડા કાર વરસાદમાં સળગી: પરિવારનો ચમત્કારીક બચાવ

ભુજ તાલુકાના માધાપર નજીક જાસીકી રાની સર્કલ છે. જે સ્થળે સાંજે 7 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી ચાલુ વરસાદે ચાલતી કારમાં આગ લાગી હતી. ચાલકે પરિવારને કારમાંથી નીચે ઉતારી પોલીસને કોલ કરતા ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે ધસી જઈ આગને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગ્રેડના વડા અનિલ મારુએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્રે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા તાત્કાલિક નરેશ લોરા, પિયુષ સોલંકી, સુનિલ મકવાણા સહિતના સ્ટાફને તાત્કાલિક ઘટના સ્થળે મોકલ્યો હતો. જોકે, કાર ચાલક પરિવાર સાથે ચાલ્યા ગયા હતા, જેથી કાર નંબર જી.જે.6 ડી.બી. 3773ના માલિકનું નામ ઠામ સહિતની વિશેષ વિગતો જાણી શકાઈ ન હતી. પરંતુ, વાયરમાં શોટસર્કિટથી આગ લાગ્યાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *