રાજયમંત્રીના હસ્તે કચ્છમાં ચાર સબ-સ્ટેશનો લોકાર્પણ બે સબ-સ્ટેશનોનાં ભૂમિપૂજન કરાયાં

રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે આજે કચ્છમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્મિત ૬૬ કે.વી.ના એક સાથે ચાર સબ-સ્ટેશનો લોકાર્પણ તેમજ ૬૬ કે.વી.ના બે સબ સ્ટેશનોનાં ભૂમિપૂજન કરાયાં હતા. આ પ્રસંગે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે સૌ પ્રથમ બુઢારમોરા તથા રાયધણપર ૬૬ કે.વી.ના સબ-સ્ટેશનોનું બુઠારમોરા સ્થિત લોકાર્પણ કરાયું હતું. બાદમાં નાડાપા ગામે નાડાપા તથા કાલીતલાવડી ૬૬ કે.વી. સબ-સ્ટેશનોની ભૂમિપૂજન વિધિ-તકતીનું અનાવરણ કરાયાં બાદ સાંજે માધાપર ખાતેથી ૬૬ કે.વી.ભુજ-ડી-સબ-સ્ટેશન તથા ૬૬ કે,.વી.મખણા સબ-સ્ટશનની લોકાર્પણવિધિ સંપન્ન કરાઇ હતી. આમ, એક જ દિવસમાં આજે રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે ૬ સબ-સ્ટેશનો પૈકી ચારનું લોકાર્પણ અને બે નવાં સબ-સ્ટેશનોનું ભૂમિપૂજન વિધિ કરાઇ હતી. લોકાર્પણ સમારોહને અધ્યક્ષપદેથી સામાજીક-શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસનમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, કચ્છમાં ઉદ્યોગો અને ખેતી-ઘરમાં વીજ વપરાશનો વ્યાપ ખૂબ વધ્યો છે. તેમાંયે કચ્છનાં અંજાર વિધાનસભા વિસ્તારમાં ૫-૧૦ કિલોમીટરના અંતરે વીજ સબ-સ્ટેશનો આવેલાં છે, તેવો ગુજરાતમાં કોઇ તાલુકાનો નહીં હોય.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સરકારના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના નેતૃત્વમાં કચ્છને કયાંય ઊણું ન આવે તેવી ચિંતા સેવાતી હોઇ, આજે એક દિવસમાં ૩૨ કરોડના વીજ-સબ સ્ટેશનોનાં લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયાં છે. સંજોગવસાત શ્રી સૌરભભાઈ પટેલ હાજર રહી શક્યા નથી ઉર્જામંત્રી સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પણ શુભકામના પાઠવી છે. નાડાપાના સબ-સ્ટેશન માટે જમીન દાતા એવા દતુભાઈનું રાજયમંત્રીશ્રી દ્રારા ખાસ સન્‍માન કરી રાજય સરકાર વતીથી અભિનંદન પાઠવ્યાં હતા. તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પને કારણે ૨૪ કલાક વીજળી મળવાને કારણે ગામડાંઓ ધબકતાં થયા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ સંકલ્પને આગળ વધારી રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું.કચ્છ-મોરબી લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આ તકે ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી ૬૬ કે.વી.ના ૧૨ અને ૩૩ કે.વી.ના ૩૦ સબ-સ્ટેશન હતા પરંતુ ૨૦૦૧ પછી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે રીતે વિકાસકાર્યો હાથ ધર્યા તેના પરિણામે તમામક્ષેત્રે માળખાકીય સુવિધામાં ખૂબ વધારો થયો હોવાનું જણાવી આગામી રજી ઓકટોબરથી તેઓ પદયાત્રા કરી વૃક્ષારોપણના સંદેશ સાથે દોઢ લાખ વૃક્ષોના વાવેતર સાથે પ્લાસ્ટીક મુક્ત પર્યાવરણ માટે દોઢ લાખ કપડાંની થેલીઓ વિતરણ કરવાનો સંકલ્પ જાહેર કરી દેશ-રાષ્ટ્ર કાજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના રાષ્ટ્રનિર્માણના સંકલ્પમાં સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *