ખેડોઈ ગામ નજીક હાઈવે પર ડમ્પરે અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક ચાલક્નો ઘટના સ્થળે મોત : ગ્રામજનો દ્વારા ટ્રકને આગ ચાંપી દઈ રોડ પ૨ ચક્કાજામ

અંજાર તાલુકાનાં અંજાર-મુંદશ નેશનલ હાઈવે પર આવેલા મોટી ખેડોઈ ગામ નજીક આજે રોજ સવારે ડમ્પરે ખેડોઈના આગેવાનને કચડી નાખતાં ગ્રામજનોનો આક્રોશ જોવા મળ્યો છે. આજે રોજ સવારે ભાગમાં જતા ડમ્પરે ખેડોઈના નરપતસિંહ લાલુભા જાડેજાને અડફેટે લેતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું તેમનું મોત નીપજ્યું હતું, સીંગલ પટ્ટી હાઈવેના કારણે ખેડોઈ પાટીયા પાસે અવારનવાર જીવલેણ દુર્ઘટના સર્જાય છે. આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોઢી ગયેલ છે, ગ્રામજનોએ અકસ્માત સર્જનાર ટ્રકને આગ ચાંપી દઈ રોડ પ૨ ચક્કાજામ કરી દીધો છે અહીં અવારનવાર પ્રાણઘાતક અકસ્માતો સર્જાય છે,વધુ તાપસ પોલીસ આદરી રહી છે