કુકમા રેલવે ફાટકમાં બાઇક ભટકાતા ગાંધીધામના બે યુવાનોના મૃત્યુ

ભુજ તાલુકાના કુકમા નજીક રેલવે ફાટક પર બાઇક ભટકાતાં ગાંધીધામના બે યુવાનોના મૃત્યુ નિપજયા હતા અકસ્માત મોડીરાત્રીના બન્યો હતો પધ્ધર પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કુકમા રેલવે ફાટક ઉપર રાત્રિના બાર વાગ્યા ના અરસામાં બાઈક ભટકાતા ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં રહેતા દીપકભાઈ ધનજીભાઈ ચારણ ઉ. ૨૩ અને સુરેશભાઈ જીવનભાઈ ચારણ ઉ.૨૫ ને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના મૃત્યુ નિપજયા હતા યુવાનો ગાંધીધામ બાઇક લઈ ને માતાનામઢ જઈ રહ્યા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો રાત્રિના સમયે ફાટક બંધ હોય બાઇક સુધી ફાટક સાથે ભટકાતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં બંને યુવાનોના મૃત્યુ નિપજયા હતા બનાવની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી