ગાંધીનગર, તા. 17 સપ્ટેમ્બર 2019, મંગળવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાત લઈને માતા હિરાબાના આશિર્વાદ મેળવવા રાયસણ ખાતે પહોંચ્યા છે. હિરાબા ગાંધીનગરમાં જ વડાપ્રધાનના ભાઇ પંકજ મોદી સાથે રાયસણ ખાતે રહે છે.
જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી મોદી માતા હિરાબાને મળવા માટે પહોંચ્યા હતા. આ પહેલા વાત હતી કે સવારમાં જ પ્રધાનમંત્રી પોતાની માતા હિરાબાને મળશે, પરંતુ વ્યસ્ત કાર્યક્રમને લઈને પ્રધાનમંત્રી બપોર બાદ માતા હિરાબાને મળવા માટે પહોંચ્યા હતા. પોતાના જન્મદિવસ પર તેઓ અચૂક માતા હિરાબાને મળે છે.
માતાના આશીર્વાદ લઇને બંનેએ સાથે લીધું ભોજન પીએમ મોદી ગુજરાત મુલાકાત દરમ્યાન પણ જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ માતા હિરાબાના નિવાસસ્થાને આવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગમનને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, તો આસપાસના લોકો પણ નરેન્દ્ર મોદીના આવવાના હોવાથી કાગડોળે રાહ જોઈ બેઠા હતા.