અંજાર તાલુકાના મેઘપર બોરીચી આવેલ નવરંગ રેસીડેન્સી ના પ્લોટ નંબર ૧૨૬-૧૨૭ ને તસ્કરોએ નિશાન બનાવી ઉપરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશીને રોકડ રકમ તેમજ સોના-ચાંદીના આભૂષણો સહિત રૂપિયા ૧૪ લાખ ૫૧ હજારની માલમતાની ચોરી કરીને લઇ ગયા હતા લાકડાના વેપારી મકાનમાલિક બહારગામ ગયા હતા અને પાછળથી તસ્કરોએ ચોરીના બનાવોને અંજામ આપી લાખો રૂપિયાની માલમતા લઈ ગયા હતા અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મેઘપર બોરીચી હોલિડે વિલેજ ની બાજુમાં નવરંગ રેસીડેન્સી ના પ્લોટ નંબર ૧૨૬ -૧૨૭ રહેતા લાકડાના વેપારી પ્રતીક હરેશશ્ચંદ્ર જૈન ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઉપરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશીને રોકડા રૂપિયા સાડા ચાર લાખ સોનાની ત્રણ વીંટી કાન ની રીંગ સોનાની બે બંગડીઓ સોનાનું પેન્ડલ ચાંદીના સિક્કા ઘડિયાળ ડાયમંડ સેટ કાનની બુટ્ટી વીટી દેશી અને વિદેશી ચલણી નોટો સાહેબ કુલ રૂપિયા ૧૪ લાખ ૫૧ હજારની માલમત્તાની ચોરી કરીને લઇ ગયા હતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે