નખત્રાણા ખાતે 39 લાખના દારૂ પર પોલીસે બુલડોઝર ફેરવ્યું

નખત્રાણા ખાતે વિરાણી ચાર રસ્તા પર પોલીસ દ્રારા નખત્રાણા અને લખપત તાલુકાના પોલીસ મથકમાં 2016થી 2019 દરમિયાન પકડાયેલા 39 લાખના વિદેશી દારૂના જથાને નાશ કરવા દારૂ ભરેલી બોટલ પર બુલ ડોઝર ફેરવી દિધુ હતું.પ્રાપ્ત વિગતો મુજબ 2016 થી 2019 દરમ્યાન નખત્રાણા સ્ટેશનની હદમાં 12,294 શરાબનો જથ્થો કિંમત 35,59,880 તથા તાલુકાના નિરોણા પોલીસ મથક ખાતે 85 બોટલ કિંમત 39,850 અને લખપત દયાપર 311 દારૂની બોટલ કિંમત 69,450, નારાયણ સરોવર પોલીસ મથકે તેમજ નરા સહિતના પોલીસ મથકે કુલ રૂપિયા 39,43,830 લાખના જથ્થો પકડાયો હતો જેને બુધવારે બુલડોઝર ફેરવીને દારૂના જથ્થાનો નાશ કરવામાં અવ્યો હતો.