80 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન ધરાવતો કચ્છનો ઉદ્યોગ મરણપથારીયે, રેલ્વે પાસે કરી આ માગ

કચ્છ તેના સફેદ રણની સાથે સાથે મીઠા ઉદ્યોગ માટે પણ સમગ્ર દેશમાં જાણીતો છે. જોકે હાલમાં મંદીના માહોલમાં આ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. મીઠા ઉદ્યોગો મીઠાના સસ્તા પરિવહન માટે રેલવે પાસેથી સસ્તા અને સ્પેશિયલ ટ્રેકની માંગ કરી છે.કચ્છમાં ફેલાયેલા મીઠા ઉદ્યોગ પર હજ્જારો અગરિયા નભે છે.પરંતુ વૈશ્વિક મંદી અને અમેરિકા- ચીન વચ્ચે ટ્રેડ વોરની સ્થિતિને પગલે મીઠા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતમાં જેટલા મીઠાની માંગ છે તેની ખપત કચ્છનો મીઠા ઉદ્યોગ પુરો કરી શકે તેમ છે.પરંતુ સવાલ છે ટ્રાન્સપોર્ટેશનનો. હાલમાં જે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે તે ખૂબ મોંઘી છે. આ માટે મીઠા ઉદ્યોગે રેલવે મંત્રાલય પાસે મદદનો હાથ લંબાવ્યો છે. મીઠા ઉદ્યોગો સ્પેશિયલ રેલ ટ્રેકમાં ભાડામાં રાહતની માંગ કરી છે જો આમ થાય તો કચ્છનું મીઠુ ભારતના દરેક રાજ્યો સુધી ઝડપથી પહોંચી શકે છે.તો આ મામલે જ્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે રેલ મંત્રાલયમાં આ મામલે વિચારાધીન છે. મહત્વનું છે કે ગુજરાતમાં કુલ 2.16 કરોડ મેટ્રીક ટન મીઠુ પાકે છે. જેમાંથી 80 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન એકલા કચ્છમાં થાય છે. કુલ 2.16 કરોડ ટન મીઠામાંથી 90 લાખ ટન એક્સપોર્ટ થાય છે, 80 લાખ ટકા મીઠું ખાદ્યપદાર્થ તરીકે વપરાય છે 50 લાખ ટન મીઠાનો ઉદ્યોગોમાં વપરાશ થાય છે..માત્ર ગાંધીધામ અને તેના આસપાસના વિસ્તારોમાં 14થી વધુ રીફાઈનરીઓ આવેલી છે..ત્યારે હવે કેન્દ્ર તરફથી મીઠા ઉદ્યોગને કેટલી મદદ મળે છે તેના પર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજ્જારો લોકોની નજર છે.