અંજાર તાલુકાના ચંદીયા ની સીમમાં આવેલી જમીનમાં વીજ કનેક્શન લેવા માટે ભાઈએ પીજીવીસીએલ અને ભાઈ સાથે જ છેતરપિંડી કરી છે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ ચંદીયા ના અને હાલ વિજયનગર અંજારમાં રહેતા દેવરામભાઈ હીરજીભાઈ બાંભણિયા ઉંમર વર્ષ ૫૪ ની ચંદીયા ની સીમમાં વડીલોપાર્જીત જમીન છે જેમાં તેના અને તેના ભાઈ બહેનો ના અને માતાના સંયુક્ત નામની ની જમીન છે સરવે નંબર ૬૨/૬ મા વીજ કનેક્શન લેવા માટે આરોપી ભાઈ શામજી હીરજીભાઈ સોરઠીયા એ તેના ભાઈ દેવરામ ભાઈ બાંભણિયા ના ખોટા સહમતી પત્ર પીજીવીસીએલ કચેરીમાં રજુ કરીને વીજ કનેક્શન લઈ લીધું છે આરોપીએ તેના ભાઈ દેવરામભાઈ બાંભણિયા અને પીજીવીસીએલ સાથે ઠગાઈ આચરી છે ભોગ બનનાર ભાઈ દેવરામભાઈ હીરજીભાઈ બાંભણિયા મસ્કત માં મજૂરી કામ કરે છે તેના ભાઈએ આ છેતરપીંડી આચરી ત્યારે તેઓ મસ્કત હતા હાલ પોલીસે આ મામલામાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે