ગૌવંશના માસ સાથે આરોપીઓને ઝડપી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ડી.બી.વાધેલા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓ તથા નાયબ પોલીસ અધિકક્ષ શ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ ગેર કાયદેસર રીતે થતા ગૌવંશ પશુ કતલના કેસો શોધી કાઢવા માટે આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ ભુજ શહેર બી ડીવી પો.સ્ટેના પો.ઈન્સ શ્રી એમ.એન.ચૌહાણ નાઓએ સ્ટાફના માણસોને આપેલ સુચના મુજબ આજરોજ પો.હેડ.કોન્સ હરીશચંદ્રસિંહ નાઓને મળેલ બાતમી હકીકત મુજબ ભુતેશ્વર મસ્જીદ પાસે રહેતો ઉમર સુલેમાન મોખા તથા તેનો સાળો નઝમ જાનમામદ મોખા રહે.નાના વરનોરા વાળાઓ ભુજના રખડતા પશુઓ પકડી લઈ જઈ પોતાના ઘરે પરીવારના સભ્યોની મદદથી ગૌવંશની ગેર કાયદેસર કતલ કરી તેનુ માસનું વેચાણ કરતા હોવાની સચોટ બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યા ભુતેશ્વર મસ્જીદ પાસે ઉમર સુલેમાન મોખાના ઘરે રેઈડ કરતા રેઈડ દરમ્યાન આરોપી (૧).ઉમર સુલેમાન મોખા રહે.ભુતેશ્વર મસ્જીદ પાસે ભુજ,(૨) નઝમ જાનમામદ મોખા રહે.નાના વરનોરા તા.ભુજ વાળાઓ નાશી ગયેલ અને (૩).જુલાબાઈ વા/ઓ સુલેમાન મોખા રહે.ભુતેશ્વર મસ્જીદ પાસે ભુજ (૪).જમીલાબેન વા/ઓ ઉમર મોખા રહે.ભુતેશ્વર મસ્જીદ પાસે ભુજ (૫).ઈમ્તીયાઝ અબ્દુલ જુણેજા રહે.રામનગરી આત્મારામ સર્કલ ભુજ વાળા સ્થળ પર હાજર મળી આવેલા જે સ્થળ પરથી મળી આવેલ માસના જથ્થાનું પરીક્ષણ વેટરનીટી ડોકટર એચ.એમ.ઠકકર નાઓ મારફતે કરાવતા માસ ગૌવંશનું હોવાનો અભિપ્રાય આપતા જે ગૌવંશ માંસ ૮૦ કિલો કી.રૂ.૪,૦૦૦/- તથા ગૌમાંસ ના વેચાણની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મોટર સાયક્લ પલસર કી.રૂ.૨૦,૦૦૦/- તથા ગૌવંશની કતલ કરવાના સાઘનો કબજે કરવામાં આવેલ છે તથા કતલ કરવા માટે બાંધી રાખેલ ગૌવંશ વાછરડા-૨ ને બચાવી લઈ ભુજ પાંજરાપોળ મોકલી આપવામાં આવેલ છે. આ બાબતે ભુજ શહેર બી ડીવી પો.સ્ટે ગુનો રજીસ્ટર કરી આગલની વધુ તપાસ હાથ ઘરવામાં આવેલ છે.આ કામગીરીમાં પો.ઈન્સ એમ.એન.ચૌહાણ તથા એ.એસ.આઈ જયદીપસિંહ ઝાલા,પો.હેડ.કોન્સ હરીશચંદ્રસિંહ જાડેજા,પો.હેડ.કોન્સ શિવરાજસિંહ રાણા, પો.હેડ.કોન્સ નરેન્દ્રભાઈ ધરડા,પો.કોન્સ નિલેશ ચૌધરી, પો.કોન્સ પોપટભાઈ ચૌધરી, પો.કોન્સ દરશરથ ચાવડા,તથા વુ.પો.કોન્સ લક્ષમીબેન રબારી જોડાયેલ હતા.