ધાણી પાસા વડે જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ
શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા શ્રી સૌરભ
તોલંબીયા, પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજનાઓની સુચનાથી, અને શ્રી જે.એન.પંચાલ, નાયબ પોલીસ અધિક્ષક , ભુજ વિભાગ – ભુજના સુપરવિઝન અને સીધા માર્ગદર્શન હેઠળ શ્રી એ.એન.પ્રજાપતી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ભુજ નાઓએ ભુજ શહેરમાં દારૂ તથા જુગારના કેશો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ.જે અંતર્ગત આજરોજ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ.રાજેન્દ્રસિંહ પથુજી રાજપુતનાઓને મળેલ ખાનગી બાતમી આધારે સેજવાળા માતામ લાલશા ઇબ્રાહીમશા પીરની દરગાહ પાછળ, અમુક ઇસમો ધાણીપાસા વડે જુગાર રમી રમાડે છે તેવી
હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતાં ધાણીપાસા વડે જુગાર રમતા ઇસમો (૧) હાસમ ઉમર સુમરા(બકાલી) ઉવ.૩૮ રહે. ક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે પાટવાળી નાકા,ભુજ (૨) ઇસ્તીયાઝ જુસબભાઇ ખત્રી ઉવ.રર રહે.મોટાપીર રોડ રોયલ ફર્નીચર દુકાન પાસે સંજોગનગર,ભુજ(૩) ઇકબાલ મામદ ખત્રીઉવ.૩૨ રહે.મોટા પીર રોડ,તનવીર ચોકડી,ભુજ. (૪) અસલમ કાસમ આરબ ઉવ.૨૮ રહે.તાહ મજીદ પાસે, સંજોગનગર, ભુજ.વાળાઓને પકડી પકડી રોકડા રૂપિયા -૧૧,૩૦૦/- ના મુદામાલ મળી આવતા તમામને આજરોજ તા.૨૮/૯/૨૦૧૮ ના ક.૨૧/૪૫ વાગ્યે અટક કરી ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, અને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.