પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મુંદરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ડી.બી.વાઘેલા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા ના.પો.અધિ. શ્રી જે.એન.પંચાલ સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ પો.હેડ.કોન્સ નિલેશભાઇ ભટ્ર તથા પો.હેડ.કોન્સ.પ્રવ્યુમનસિંહ ગોહીલનાઓને મળેલ બાતમી હકીકત આઘારે મુંદરા પો.સ્ટેના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી ડી.એમ.ઝાલા સાહેબ સાથે પોલીસ સ્ટાફના કર્મચારીઓએ વવાર ગામ તરફ જતા જમણી બાજુ આવેલ બાઉન્ડ્રી બાંઘેલ ક્રિષ્ના ડેવલોપર્સ પ્લોટની અંદર આવેલ ઓરડીની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઇગ્લીશદારૂના જથ્થો પકડી પાડી નીચેના આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.(૧) લક્ષ્મણ ઉર્ફે પાંચો વિશ્રામ ગઢવી રહે.વવાર તા.મુંદરા (૨) જમ્મુ શામરા ગઢવી રહે.મુળ.વવાર તા.મુંદરા હાલ.રહે.આદિપુર
મુદામાલ ની વિગત ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની શીલ બંધ પ્લાસ્ટીકની ૭૫૦ એમ.એલ ની રોયલ પટીયાલા વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ લખેલ ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૩૮૪
કિ.રૂ.૧.૩૪.૪૦૦-નો તથા ભારતીય બનાવટની પરપ્રાતીય ઇગ્લીશ દારૂની શીલબંઘ કાચની ૭૫૦ એમ.એલની અલ્ટા ફાઇન ડીલક્ષ વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ લખેલ બોટલો નંગ-૬૦ કિ.રૂ.૨૧,૦૦૦/- એમ કુલ્લ.રૂ.૧.૫૫.૪૦૦/-