પશ્ચિમ કચ્છ પોલીસવળા ભુજ શહેરમાં દબાણ હટાવવાની કામગીરીમાં ખડે પગે હાજર રહ્યા

ભુજ શહેર વિસ્તારમાં ગેરકાયદેર દબાણ હટાવવાની વહીવટીતંત્રની કામગીરીમાં જાતે હાજર રહેતા જીલ્લા પોલીસ વડા ભુજ શહેર વિસ્તારમાં લોકો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી જાહેર રસ્તા તેમજ દુકાનો બહાર છાપરા ઓટલા જેવા કાચા પાકા બાંધકામો કરવામાં આવેલ જેનાથી રાહદારી વ્યકિતઓને અવર જવર તેમજ વાહનોના કારણે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હતો તેમજ ગેરકાયેદર દબાણોની પ્રવૃતિ ફુલીફાલી હોય જે દબાણો દુર કરવા નગરપાલીકા ભુજના ચીફ ઓફિસરની ટીંમ સાથે જી.ઇ.બી., ટ્રાફિક પોલીસ વિગેરે ટીમો દ્વારા છેલ્લા ચાર દિવસથી અવીરત કામગીરી ભુજ બસ સ્ટેશન, હોસ્પિટલ રોડ, મુંદરા રોડ, વિગેરે જગ્યાઓએ પુર્ણ કરી આજરોજ તા ૦૧/૧૦/૨૦૧૯ના રોજ સરપટનાકા તથા ભીડનાકા વિસ્તારમાં આ દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવેલ. જે દબાણો દુર કરવાની ચાલતી કામગીરી સ્થળે પશ્વિમ કચ્છ જીલ્લાના પોલીસ વડા શ્રી સૌરભ તોલંબીયા જાતે હાજર રહેલ સાથે નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભુજના શ્રી બી.એમ. દેસાઇ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન. પંચાલ તેમજ ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટેના પો.ઇન્સ.શ્રી એમ.એન. ચૌહાણ તથા જીલ્લા તેમજ સીટી ટ્રાફિકના પો.સબ.ઇન્સ.શ્રી જે.એન. જાડેજા હાજર રહેલ હતા અને સરપટનાકા તથા ભીટનાકા વિસ્તારના કાચા પાકા દબાણો દુર કરવામાં આવેલ હતા