કચ્છ બોર્ડર રેન્જના નવા આઈજી તરીકે સુભાષ ત્રિવેદી, કચ્છના ડી.બી. વાદ્યેલા એસીબીના એડી.ડાયરેકટર

118813l

કચ્છ બોર્ડર રેન્જના આઈજી બદલ્યા છે. હાલના કચ્છ બોર્ડર રેન્જ આઈજી શ્રી ડી.બી.વાઘેલાની એડિશનલ ડાયરેકટર એન્ટી કરપ્શન બ્યુરો – અમદાવાદ ખાતે નિમણુંક સાથે બદલી કરવામાં આવી છે. જયારે કચ્છનાં નવા આઈજી તરીકે સુભાષ ત્રિવેદીની નિમણુંક કરાઈ છે. સુભાષ ત્રિવેદી અગાઉ કચ્છના ડીએસપી તરીકે ફરજ બજાવી ચુકયા છે. તેઓ કચ્છ સરહદના અભ્યાસુ અને જાણકાર પોલીસ અધિકારી છે. તેમના સમયમાં કચ્છમાંથી દ્યૂસણખોરીના કિસ્સાઓ તેમ જ વિનાશક શસ્ત્રો પણ ઝડપાઇ ચુકયા છે.