ભુજમાં નગરપાલિકાએ ગાંધીજીની તૂટેલી આંગળીને પ્લાસ્ટિકની ટેપથી બાંધી!

દેશના વડાપ્રાધાને ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીને સાર્થક રીતે ઉજવવા દેશવાસીઓને સ્વચ્છતા લાવવા , સીંગલ યુઝ પ્લાસ્ટિકને તિલાંજલી આપવા સહિતના મુદે આગળ આવવા અપીલ સાથે સૃથાનિક સ્વરાજ્યની સંસૃથાઓને આ સંદર્ભે લોકોને જાગૃત તાથા પ્રોત્સાહક કાર્યક્રમ કરવા આદેશ કર્યા હતા. જોકે રાજ્યમાં ભ્રષ્ટાચાર અને અણાધડવહીવટ માટે પંકાયેલી ભુજ પાલિકાના પદઅધિ કારીઓ અને અિધકારીઓએ બાપુના જન્મદિવસે યોજાયેલા કાર્યક્રમમાં તેમની પ્રતિમાના તુટેલા અંગુઠાને પ્લાસ્ટિકની ટેપથી બાંધીને અણઆવડત તાથા બેદરકારીનો પરિચય કરાવતા આ મુદો શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે છેલ્લા ૧૦ વર્ષાથી ગાંધીજીની પ્રતિમા ખંડિત થઈ ગઈ છે. ચશ્મા ચોરાઈ જવા બાદમાં પ્રતિમાને નુકશાન કરવા સહિતના અનેકવારના બનાવ બની ચુક્યા છે. પરંતુ ભુજ નગરપાલિકા પાલિકાએ બાપુની નવી પ્રતિમા મુકવા તસ્દી લીધી નાથી.ત્યારે ભુજના હમીરસર કિનારે આવેલી મહાત્મા ગાંધીજીની ખંડિત પ્રતિમાના તુટેલા અંગુઠાને છુપાવવા પાલિકાએ પ્લાસ્ટિકાથી વીટીને લીંપાપોતી કરી પોતાની બેદરકારી અને નાટકીય કાર્યક્રમની પોલ છુપાવી હતી. આ અંગે વિપક્ષે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦ થી આ પ્રતિમા અસલામત છે તાથા વારંવાર વિકૃત માનસાધારકો તેને ખંડિત કરી ચુક્યા છે. દરેક વખતે પાલિકા મામુલી સમારકામ કરાવીને પોતાની ફરજ પુરી કર્યાનું નાટક કર્યું છે. જેના કારણે આજે આ ખંડિત પ્રતિમા સાથે જ ૧૫૦મી જન્મજયંતિ ઉજવાઈ હતી. શરમજનક બાબત કાર્યક્રમમાં એ બની હતી કે, પ્રતિમાને હારારોપણ સમયે જ બાપુની તુટેલી આંગળી પડી જતાં તેને પ્લાસ્ટીકની ટેપની મદદાથી ચોટાડાઈ હતી. આમ એક તરફ એ જ શાસકોએ લોકોને પ્લાસ્ટિક ન વાપરવાના શપાથ લેવડાવ્યા હતા બીજીતરફ તેઓએ જ પોતાની પોલ છુપાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો હતો! નવાઈ વચ્ચે આ ઘટના બની ત્યારે કલેકટરાથી માંડીને શહેરના તમામ અિધકારી તાથા અન્ય સરકારી અમલદારો હાજર હતા. નવાઈ વચ્ચે તેઓ પણ આ બાબતની અજાણ રહ્યા હતા.આ અંગે કોંગ્રેસે કલેકટર નાગારાજનને રજુઆત કરી છે કે, વર્ષોથી દાદ ન આપનારી ભુજ નગરપાલિકા પાલિકા સામે કડક હાથે કામ લઈને તાત્કાલિક અસરાથી કાંસ્ય પ્રતિમા મુકવામાં આવે તેમજ તેની ફરતે યોગ્ય ફેન્સીંગ કરી કાચમાં પ્રતિમાને મુકી સ્મારક પાસે તેની જાળવણી માટે કાયમી ચોકીદાર મુકવામાં આવે તેવી માંગણી કરાઈ છે.