ભુજમાં સગીરા સાથે શારીરિક અડપલાં કરનાર પરપ્રાંતીયને પોલીસે ઝડપી પાડ્યો

શહેરમાં ભુજીયાની તળેટીમાં હનુમાન મંદિર નજીક રહેણાંક મકાનમાં ઘુસીને પરપ્રાંતીય શખ્સે સગીરા સાથે શારીરિક અડપલાં કરી નિર્લજ હુમલો કરતા સગીરાએ ચીસો પાડતા આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા એકત્ર થયા હતા. ફેરિયા તરીકે રખડતા બે પરપ્રાંતીય ઈસમો પૈકી એક ને પોલીસે દબોચી લઈને પોસ્કો સહિતની કલમો તળે એફ.આઈ.આર. નોંધી બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસ ઉકેલ્યો હતો.ભુજ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી સત્તાવાર વિગતો મુજબ ભુજીયાની તળેટીમાં જુના રેલ્વે સ્ટેશનના પાછળના વિસ્તારમાં વેલ્ડિંગનું કામ કરતા ભોગ બનનાર સગીરાના પિતા પોતાના કામે ઘરેથી નીકળી જતા ઘરમાં તેમની સાત વર્ષીય દીકરી તેમજ નાની વયના અન્ય સંતાનો હતા ત્યારે ફળિયામાં વાસણો વેચવાની ફેરી કરતા ફેરિયાએ ઘરમાં ઘુસી જઈને જબરદસ્તી પૂર્વક સગીરા સાથે શારીરિક અડપલા કરતા ભોગ બનનાર સગીરાના ભાઈ જેની ઉમર પણ સગીર વયની છે તે વચ્ચે પડતા આરોપી જફર ઉર્ફે ટીક ટીક, રફીક બંજારા(રહે.ખીરવા જલાલપુર યુ.પી. હાલમાં રહે.અંજલિ નગર-2, સુરલભિટ, ભુજ) વાળો ધક્કો મારીને નાસી છૂટ્યો હતો. આરોપીની સાથે અબ્દુલ હસન યુનુશ મનીહર નામનો યુ.પી.વાસી ઈસમ પણ હતો સ્થાનિકોએ આપેલી કેફીયતના આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઈ. એમ.એન.ચૌહાણે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી આઈ.પી.સી. ની કલમ 323, 354(એ), 1-(આઈ) તથા પોસ્કોની કલમ 8 મુજબ ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી. પરપ્રાંતીય ઈસમો દ્વારા છેડતી સહિતની ઘટનાઓ પ્રકાશમાં આવતા શહેરમાં ચકચાર ફેલાઈ હતી.