આમ્સૅ એકટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી* નાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ના.પો.અધિ શ્રી કે.જે.ચોધરી સાહેબ સાવરકુંડલા નાઓના માર્ગદર્શન તળે રાજુલા પોલીસ સ્ટેશનના ઇ.ચા પોલીસ ઇન્સપેકટર એ.પી.ડોડિયા સાહેબ તથા પો.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ તથા પો.કોન્સ.હરપાલસિંહ ગજરાજસિંહ તથા પો.કોન્સ અનિરૂધ્સિંહ નટુભા તથા પો.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે ફાયર આર્મસ્ જેવા પ્રાણઘાતક હથિયાર રાખી આર્મસ્ એક્ટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ વંડા પો.સ્ટે. સે. ગુ.ર.નં.૧૯/૨૦૧૯ આમ્સૅ એકટ કલમ.૨૫(૧)(બી)(એ) IPC ક.૧૧૪ વિ. મુજબના કામે ગેરકાયદેસર હથિયારો રાખવા બાબત. પકડાયેલ આરોપીઃ* -નરેન્દ્રભાઇ ઉર્ફે નટુભાઇ સુરંગભાઇ ખુમાણ જાતે-કાઠી દરબાર ઉ.વ.૫૪ ધંધો-ખેતી રહે.સેંજળ તા.સાવરકુંડલા જી.અમરેલી વાળાને તા.૧૩/૧૦/૧૯ ના રોજ પકડી પાડી ઘટતી કાર્યવાહી કરવા વંડા પો.સ્ટે.માં સોંપી આપેલ.