ભુજના ભીડ નાકાથી લઈને સરપટ નાકા સુધીના વિસ્તારમાં આવેલ મટન માર્કેટના દબાણોને લીધે ત્યાં રહેવાસીઓની રોષની લાગણી ફેલાવા લાગી છે રહેવાસીઓ એ આજે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આ મટન માર્કેટના દબાણો જેમ બને તેમ જલ્દીથી તોડવામાં આવે અને મટન માર્કેટને રહેણાંક વિસ્તારથી દુર કોઈ બીજી જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી વધુ જણાવતા ત્યાંના રહેવાસીઓએ એવું કહ્યું હતું કે જ્યારે ધાર્મિક તહેવારો જેવા કે શ્રાવણ માસ નવરાત્રી નાના-મોટા બીજા ઘણા તહેવારો આવે છે ત્યારે આ મટન માર્કેટમાં માસ મટન વેંચાતું હોય જેને જોઈને અમારી લાગણીને ઠેશ પહોંચી છે અને ત્યાં રખડતા કુતરાઓ અને પક્ષીઓ મટન માર્કેટમાંથી મટનના ટુકડા મોઢામાં ભરાવીને જયારે ધાર્મિક તહેવારો અને હવન પૂજા જેવા તહેવાર ઉજવાતા હોય તારે રસ્તા ઉપર આ કુતરાઓ મટનના ટુકડા મોઢામાં નાખી અડધું ખાઈને અડધું ફેંકી દેતા હોય છે જેને જોઈને અમારી લાગણીને ઠેસ પહોંચી રહી છે અમારી એટલી જ વિનંતી છે કે કોઈની રોજીરોટી ના છીનવો પણ મટન માર્કેટમાં આવેલ દબાણોને દૂર કરી મટન માર્કેટને રહેણાંક વિસ્તારમાંથી જલ્દીથી દૂર કરવામાં આવે જેથી કરીને ધાર્મિક તહેવારો હોય ત્યારે આવા દ્રશ્યો ના જોવા પડે. અમારે ફક્ત એટલી જ માંગ છે કચ્છમાં ભાઈચારો એ પ્રતીક ઉદાહરણ છે પણ આવી રીતના મટન માર્કેટમાંથી બચેલા મટનના નાના નાના ટુકડાઓ કૂતરાઓના મોઢામાં આપી દેવામાં આવે છે અને એ કુતરાઓ જ્યારે તે વિસ્તારમાં મંદિરમાં આરતી થતી હોય કે મંદિરે સત્સંગ થતું હોય ત્યારે મંદિરના ચોગાનમાં આવા કૂતરાઓ અડધું મટન ખાઇ અને અડધું મટન ત્યાં પગથિયા ઉપર અથવા ગ્રાઉન્ડમાં મૂકી જાય છે જે દ્રશ્ય અમારાથી જોવાતું નથી અમારી માંગને જલ્દીથી સ્વીકારી યોગ્ય પગલાં ભરશે અને અમને યોગ્ય ન્યાય અપાવશે તેવી અમારી અરજ નગરપાલિકાના ચીફ ઓફિસરને છે આ મટન માર્કેટના લીધી ત્યાં ગંદકી થાય છે જેનાથી રોગ ચાળો ફેલાય છે આ બાબતે જલ્દીથી નગર પાલિકા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ચીફ ઓફિસરના જણાવ્યા પ્રમાણે આ મટન માર્કેટનો વિવાદ અગાઉથી કોર્ટમાં ચાલુ હોવાથી યોગ્ય સ્થળ પર જોઈ જે દબાણ હશે અને જ્યાં તકલીફ થતી હશે એ દૂર કરવામાં આવશે.