માંડવીમાં કોલેજની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતાં ઝડપાઇ જતા આ અંગે પોલીસ ફરિયાદ કરાઈ છે. માંડવીની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ગઈકાલે બીએ સેમિસ્ટર-૩ ની પરીક્ષા દરમ્યાન મૂળ પરિક્ષાર્થી ભારુ પચાણ કાનાણી ની જગ્યાએ અન્ય વિદ્યાર્થી કરસન આલા શાખરા પરીક્ષા આપતા ઝડપાઇ જતા માંડવી પોલીસમાં ફરિયાદ કરાઈ છે. મૂળ પરિક્ષાર્થી ભારુ પચાણ ફૌજી છે, અને હાલે તે ફરજ ઉપર છે. તેની જગ્યાએ અન્ય વિદ્યાર્થી ઝડપાતાં મામલો હવે ફોજ સુધી પહોંચે તેવી શકયતા પણ છે.