મુંદ્રા તાલુકાના કુંકડસર ગામમાં ગેરકાયદેસર લાખો રૃપિયાની રેતીની ચોરી થઈ રહી છે. જેના કારણે સરકારી તિજોરીને ભારે ચુનો લાગી રહ્યો છે. ખાણ- ખનીજ ખાતાની મહેરબાનીથી ખનીજમાફીયાઓને મોકળું મેદાન મળી ગયું હોય તેવો તાલ રોજ ભરાતા ૩૦૦થી વધુ ડમ્પર જોઈ લાગે છે.મળતી માહિતી મુજબ ગામની આસપાસ કાયેદસર કોઈ લીઝ કે બ્લોક અપાયા નાથી આમછતાં ખુલ્લેઆમ રેતી ઉપાડવામાં આવી રહી છે. ગામમાં ગરીબદાદાની મંદિરની સામે ૨૫૦ થી ૩૦૦ ડમ્પર રોજ ભરાઈ રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આ ચોરીમાટે કોઈ રોકટોક ન કરાય તે માટે માસિક ૭ થી ૮ લાખનો હપ્તો અપાતો હોવાની ચર્ચા છે. એક રેતીના ડમ્પરના રૃ.૧૫૦૦ થી ૧૮૦૦ વસુલાય છે , તે મુજબ જોતા રોજની ૩ થી ૪ લાખની રેતી ચોરાઈ રહી છે. આ ચોરીના કારણે આંતરીક કલેશ અને ધીંગાણું થઈ જાય તેવી વકી છે. ગામની સુલેહશાંતિનો ભંગ થશે તો તેની જવાબદારી સરકારી તંત્રની રહેશે તેવી ટકોર પણ લોકોએ કરી છે.