કચ્છ કોંગ્રેસમાં મોટું ગાબડું પાડીને ભાજપે રાજકીય હલચલ સર્જી છે. મુન્દ્રા કોંગ્રેસનો પંજો ભાજપના વાવાઝોડામાં રોળાયો છે. સાથે સાથે માંડવીના સક્રિય કોંગ્રેસી નેતાને પણ ખેંચીને ભાજપે મુન્દ્રા પછી હવે માડવીનો વારો હોવાનો સંકેત પણ આપી દીધો છે. મુન્દ્રામાં આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના હસ્તે કાઙ્ખંગ્રેસના કિશોર સિંહ પરમાર અને લખુરામ ગોરડિયા સાથેઙ્ગ તાલુકા પંચાયતના ચાર સભ્યો, બે લદ્યુમતી આગેવાનો અને ૧૦૦૦ કોંગ્રેસી કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. જોકે, મુન્દ્રા કોંગ્રેસના નેતાઓના અકીલા ભાજપ પ્રવેશની સાથે માંડવી કોંગ્રેસના સક્રિય નેતા એવા ચતુરસિંહ જાડેજાએ પણ કેસરિયો પહેરતાં મુન્દ્રા પછી હવે માંડવી કોંગ્રેસનો વારો, એવી રાજકીય ચર્ચા અને અન્ય નામોની હવા પણ શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયમંત્રી વાસણભાઈ આહીરે બંને કોંગી નેતાઓ અને તેમના સમર્થકોને ભાજપમાં આવકાર્યા હતા. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા અને ભચાઉ ના નગરપતિ કુલદીપ સિંહ જાડેજાએ કાઙ્ખંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાતા હરખની લાગણી વ્યકત કરી હતી. મુન્દ્રા પાટીદાર સમાજ વાડીમાં યોજાયેલ આ કાર્યક્ર્મ લમાં કેશુભાઈ પટેલે કોંગ્રેસનો ગઢ ધરાશાયી થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપે દ્યણા બધા વિકાસ ના કામો કર્યા હોવાનું જણાવી. અગાઉ કોંગ્રેસ સરકાર હતી ત્યારે ગરીબ કલ્યાણ મેળો, મા યોજના સહિતની અનેક કલ્યાણકારી યોજનાઓ કાઙ્ખંગ્રેસ સરકારમાં ન હોવાનું જણાવ્યું હતુ. વર્ષો સુધી કાઙ્ખંગ્રેસ સતા માં હતી પણ વિકાસ માં રસ ન હતોઙ્ગ એવું કહેતા શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય હિત સાથે રાજકીય ઇચ્છા શકિત ની વાત ભાજપ જ કરી શકેઙ્ગ છે. ભાજપ સરકાર આવ્યા બાદ રસ્તા, શિક્ષણ, વીજળી સહિત ના અનેક વિકાસકાર્યો ખૂબ જ થયા હોવાનું અને.કાઙ્ખંગ્રેસ સમાજને તોડવાનુંઙ્ગ જયારે ભાજપ સમાજ ને જોડવાનું કામ કરે છે,કેવું જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આતંકવાદ ને ડામવા પ્રયાસો કરી રહ્યા છેઙ્ગ એ જોઈને રાષ્ટ્રવાદ જાગતા આજે કાઙ્ખંગ્રેસનાઙ્ગ અનેક મિત્રો ભાજપ માં જોડાઈ રહ્યા છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહેનાર કોંગ્રેસના નેતા કિશોરસિંહ પરમારે કોંગ્રેસને દિશા વિહીન પક્ષ ગણાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈના ગુણગાન ગાઈને કેસરિયા કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા સંગઠનના ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.