પોલીસ મહાનિરિક્ષક સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ ભુજ નાઓની સૂચના અને જી.એમ.હડિયા પો.સ.ઇ. આર.આર.સેલ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પરીક્ષિતસિંહ જાડેજા તથા એ.એસ.આઈ. દિલીપસિંહ જાડેજા તથા એ એસ આઈ મેઘજીભાઈ મહેશ્વરી ના એ રીતેના પોલીસ સ્ટાફ છાપી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હકીકત મળેલ કે મહાદેવ હાઈવે હોટેલની બાજુમાં ટેન્કરના સીલ ખોલી ટેન્કરમાંથી રીફાઇન્ડ કેસ્ટર ઓઇલ કાઢવાની પ્રવુતિ ચાલે છે જે હકીકત આધારે જગ્યાએ રેઇડ કરી ટેન્કરના ડ્રાઇવર કીર્તિભાઇ ડામાભાઈ પારેગી તેમજ શાહિદ અબ્દુલ વહીદ બન્ને ઇસમોને ખાલી કેરબા નંગ-૪ તથા ભરેલ પત્રનો ડબ્બો નંગ ૧ માં કાઢેલ રીફાઇન્ડ કેસ્ટર ઓઇલ લીટર-૧૦ કિ. રૂ.૧૦૦૦/- તથા ટેન્કરમાં ભરેલ રીફાઇન્ડ કેસ્ટર ઓઇલ લીટર ૨૪,૬૦૫/-કિ. રૂ.૨૪,૬૦,૫૦૦/- તથા ટેન્કર કિ. રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ-૨ તથા રીફાઇન્ડ કેસ્ટર ઓઇલ કાઢવાની પાઇપ તથા પ્લાસ્ટિકની કપિ નંગ – ૨ તથા વેગનઆર કાર કિંમત રૂ ૩,૦૦,૦૦૦/- તથા સ્કોર્પિયો કિંમત રૂ ૨,૦૦,૦૦૦/-વિગેરે મુદ્દામાલ માલી મળી કુલ કિ. રૂ.૪૪,૬૧,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બે ઈસમોને પકડી પાડેલ અને અન્ય બે ઈસમો પોલીસને જોય નાસી ગયેલ જેમાં ૧, દલજીભાઈ વાઘજીભાઈ પટેલ ૨, લખાભાઇ રેહે બન્ને તેનીવાળા તથા અન્ય બે આરોપીઓ સ્થળ ઉપર હાજર મળી આવેલ નહીં જેમાં ૧, કાળુભાઇ લાલજીભાઈ ચૌધરી ૨, યોગેશભાઈ આમ ઉપરોક્ત કુલ ૬ આરોપીઓ વિરુધ્ધ છાપી પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ-૪૦૭, ૪૧૧, ૧૨૦(બી), મુજબ ગુન્હો રજિસ્ટર કરાવેલ છે.