ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની એક ખાસ ડ્રાઇવનું આયોજન ચાલી રહેલ છે.જે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ભાવનગર એસ.ઓ.જી. શાખાને જીલ્લામાં થતા નાર્કોટીક્સ પદાર્થોની હેરા ફેરી-વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. સ્ટાફે રમેશભાઇ લક્ષ્મણભાઇ સોલંકી ઉ.વ. ૨૯ રહેવાસી પ્લોટ નં. ૨૬, ભાવના સોસાયટી, રામદેવનગરની બાજુમાં ચિત્રા ભાવનગર વાળાના રહેણાંકી મકાને નાર્કોટીક્સ અંગે રેઇડ કરતા મજકુર આરોપીના રહેણાંકી મકાનમાંથી ગાંજોનો છુટક જથ્થો તથા પેકેટ નંગ-૪૫ મળી આવેલ જે તમામ ગાંજાનો જથ્થો કબ્જે કરી મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી આરોપી સામે એસ.ઓ.જી.ના હેડ કોન્સ. બાવકુદાન ગઢવીએ ફરિયાદ આપી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબની રાહબરી નીચે એસ.ઓ.જી. સ્ટાફના બાવકુદાન ગઢવી તથા અનીરૂધ્ધસિંહ ગોહિલ તથા યુસુફખાન પઠાણ તથા ઓમદેવસિંહ ગોહિલ તથા વિજયસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા હારીતસિંહ ચૌહાણ તથા પાર્થભાઇ પટેલ તથા યોગીનભાઇ ધાંધલ્યા જોડાયા હતા.