કચ્છના ગાંધીધામ નજીક એન્જીન પાટા ઉપર ખડી પડતા ટ્રેન વ્યવહાર ઠપ્પ

120017l

આજે ગાંધીધામ નજીક એન્જીન પાટા ઉપર ખડી પડતા ટ્રેન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ગાંધીધામ અને ભચાઉ વચ્ચે ભીમાસર નજીક એન્જીન પાટા ઉપરથી ખડી પડયુ હતું. જો કે કોઈ જાનમાલની નુકસાની થઈ નથી. પશ્ચિમ રેલ્વેની સત્તાવાર યાદી પ્રમાણે મુંબઈ – ભૂજ વચ્ચે દોડતી સયાજીનગરી એકસપ્રેસને ભચાઉ, કચ્છ એકસપ્રેસને સામખીયાળી અને બરેલી-દિલ્હી-ભૂજ વચ્ચે દોડતી આલા હજરત ટ્રેનને આડેસર રેલ્વે સ્ટેશને રોકી દેવાઈ છે. એકાએક ટ્રેનો અધવચ્ચે અટકી જતા પ્રવાસીઓ હેરાન થયા હતા. રેલ્વે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રેલ વ્યવહાર પૂર્વવત ચાલુ થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે.