Skip to content
ભુજ તાલુકાના માધાપર નવાવાસ સર્વોદય ગ્રાઉન્ડમાં આવેલા કેવલ હામ્સમાં જુગાર રમાતો હોવાની બાતમીના અધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. મહિલા પોતાના ઘરમાં બહારથી જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી ઘાણી પાસાનો જુગાર રમાડી રહી હતી દરોડામાં ત્રણ મહિલા સહિત સાત જણાઓને 17,750ની રોકડ સાથે દબોચી લીધા હતા. જુગાર પર દરોડો બુધવારે બપોરે પોણા ચાર વાગ્યાના અરસામાં પાડવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઇ જયદિપસિંહ વિક્રમસિંહ ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ હરીશચંદ્રસિંહ બળવંતસિંહ જાડેજાને મળેલી સયુક્ત બાતમી આધારે સર્વોદય ગ્રાઉન્ડ પાસે કેવલ હોમ્સમાં રહેતા સોનીયાબેન કિશોરભાઇ ઠક્કરના રહેણાકના મકાનમાં છાપો માર્યો હતો. સોનીયાબેન બહારથી મહિલાઓ તથા પુરૂષને બોલાવી નાલ ઉઘરાવી ધાણીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમાડી રહયા હતા. રેઇડ દરમિયાન મકાન માલિક સોનીયાબેન કિશોરભાઈ ઠકકર સહિત સાત જણાઓને 17,750ની રોકડ સાથે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા. ક્લબ સંચાલીકા સોનીયાબેન કિશોરભાઈ ઠકકર (ઉ.વ.42) રહે.સરવોદય ગ્રાઉન્ડ પાસે કેવલ હોમ્સ નવાવાસ માધાપર, જ્યોતી ઉર્ફે મીરા ઈમરાન માજોઠી (ઉ.વ.32) રહે.આર.ટી.ઓ.સર્કલ હનુમાન મંદીરની બાજુમા ભુજ, મંજુલાબેન શંકરગર ગોસ્વામી (ઉ.વ.43) રહે.રામકિશન કોલોની હોસ્પીટલ રોડ ભુજ, કિશોરભાઈ મોહનલાલ ઠકકર (ઉ.વ.57) રહે.સરવોદય ગ્રાઉન્ડ પાસે કેવલ હોમ્સ નવાવાસ માધાપર, સંજય મોહનગર ગોસ્વામી (ઉ.વ.21) રહે.રામકુષ્ણ કોલોની ભુજ, વસીમ હસનઅલી યમની (ઉ.વ.32) રહે.કોવલ હોમ્સ સરવોદય ગ્રાઉન્ડ ની બાજુમા માધાપર, કુલદીપ પ્રકાશભાઈ શર્મા (ઉ.વ.26) રહે.રામકુષ્ણ કોલોની સર્વોદય ગ્રાઉન્ડ ની બાજુમા માધાપર સહિત સાત લોકો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.