Skip to content
માંડવીના મોટા સલાયાનું વહાણ ‘અબ્દુલકરીમ’ સલાલા નજીક દરિયામાં ડૂબી ગયું હતું. સલાલા બંદરે લાંગરતા પૂર્વે દરિયાની ચેનલમાં એક બાજુ નમી જતાં વહાણ ડૂબી ગયું હતું. જોકે, સમયસર વ્હારે આવેલી ઓમાન નેવીએ વહાણના દસે દસ ખલાસીઓને બચાવી લીધા હતા. એક હજાર ટન કાર્ગોની કેપેસિટી ધરાવતું આ વહાણ મોટા સલાયા કચ્છના મોહમદ અશરફ જુણેજાની માલિકીનું હતું.