ભુજના ભાનુશાળી નગરમાં વૃદ્ધ વેપારીને લૂંટી લેવાયા હતા. ભુજના મહેરઅલી ચોક વિસ્તારમાં વર્ષોથી બીડી, સિગારેટ સહિતની વસ્તુઓનો હોલસેલ વેપાર કરતી પેઢી કારિયા બ્રર્ધસના સંચાલક રેવાશંકરભાઈ કારિયા(ઉ.વ.72) (રહે.ભાનુશાળી નગર ભુજ) કે જેઓ કાલે રાત્રે દુકાન બંધ કરીને બાઈક પર રેવાશંકરભાઈ તેમના પુત્ર કમલ કારિયા તથા અન્ય એક વ્યક્તિ સાથે મળીને ત્રણ જન બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રે 10:15 વાગ્યાના અરસામાં તેઓ ભાનુશાળી નગરમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર પાસે પહોંચ્યા ત્યારે પાછળથી સિલ્વર કલરની બાઈક પર ત્રણ બુકાનીધારી શખ્સો આવી પહોંચ્યા હતા અને વેપારીઓની બાઈક અટકાવીને રેવાશંકરભાઈ પાસે રહેલી બેગ ઝુંટવી લેવા માટે ઝપાઝપી કરી હતી. રેવાશંકરભાઈ પાસે રહેલી બેગમાં રુપીયા 8.50 લાખ રોકડા ગણેલા હતા જયારે અન્ય પરચુરણની રકમ રૂપિયા દોઢ લાખ મળીને અંદાજિત રૂપિયા 10 લાખ જેટલી રકમની લૂંટ ચલાવી હતી. આ ઘટનાની જાણ તેમના પુત્રોએ પોલીસને કરતા તાત્કાલિક ધોરણે પચ્છિમ કચ્છ એસ.પી. ડીવાયએસપી, એલ.સી.બી., ભુજ એ અને બી ડીવીઝનના વડા સહીતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.