પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં બનતા વાહનચોરીના તથા મિલકત સંબંધી ગુન્હોઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે શ્રી બી.એમ.દેસાઇ સાહેબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગના માર્ગદર્શન હેઠળ પધ્ધર પો.સ્ટે.ના પો.સ.ઈ. વી.એચ.ઝાલા તથા સ્ટાફના માણસોએ આ બાબતે વર્કઆઉટ કરેલ. જે અન્વયે ગઇ તા-૧૬/૧૦/૧૯ના રોજ પધ્ધર પો.સ્ટે વિસ્તાર માથી આરોપી કનજી વાલજી છાગા રહે-ધાણેટી વાળાને પકડી પુછપરછ દરમ્યાન એક સગીર તથા નાડાપાના રાજેશા ભુરા ફફલ સાથે મળી નવ મો.સા ચોરીને કબુલાત કરેલ જે અન્વયેએ વાહન ચોરીમાં સડોવાયલ ઇસમ રાજેશ ભુરાભાઇ ફફલ રહે-નાડાપા વાળાની તપાસ મા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ અશ્વિનભાઇ પી.સોલંકીને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે નાડાપાનો રાજેશ ભુરાભાઇ ફફલ જે બાઇક ચોરીમાં સંડોવાયેલ છે અને તે મોખાણા ગામની એક વાડી છે ત્યાથી ડગાળા ગામ તરફ આવનર છે અને તેની પાસે ચોરીનુ બાઇક છે જેથી મોખાણા ચોકડી ઉપર વોયમાં રહેતા મોખાણા ગામ તરફથી બે યુવાનો એક નંબર પ્લેટવગરની કાળા કલરની એક્સ્બ્લેડ હોંડા મો.સા. ઉપર આવતા જોવા મળેલ જેથી તેઓને રોકી નામ પુછતા પોતાનુ નામ રાજેશ ભુરાભાઇ ફફલ ઉવ.૨૦ રહે.નાડાપા વાળો હોવાનુ જણાવેલ તેમજ પાછળ બેઠેલ ઇસમનુ નામ રોહિત રણછોડભાઇ ઢીલા ઉવ.૧૮ રહે- મોખાણા સિમ વિસ્તાર મુળ રહે-ડગાળા તા.ભુજ વાળૉ હોવાનુ જણાવતા મજકુર ઇસમોના હવાલાના મો.સા.ના આધાર પુરાવાઓ તેમજ રજી. કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા તેમની પાસેનુ કાળા કલરનુ અને હોંડા કંપનીનું એક્સબ્લેડ હોન્ડા સી.આર.પી.સી. ક.૧૦ર મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ છે.અને મજકુર ઇસમની પુછપરછ કરતા સદર મો.સા. છ માસ અગાઉ માડવી બીચ ઉપરથી અમે બન્ને જણાએ ચોરી કરેલ છે તેવી હકીકત જણાવેલ તેમજ બન્ને ઇસમોને પો.સ્ટે. લાવી અલગ અલગ રાખી સધન પુછ પરછ કરતા બન્ને ઇસમોએ માડવી,ભુજ શહેર,માધાપર,તેમજ ગાંધીધામ માથી અલગ અલગ રાત્રીના સમયે કુલ-૧૦ મો.સા. ચોરીકરેલાનુ કબુલાત કરેલ અને આ વાહનો અલગ અલગ વ્યક્તીઓને વેચાણકરેલાનુ જણાવેલ જે આધારે કુલ-૯ મો.સા, કબ્જે કરવામાં આવેલ છે અને બન્ને યુવાનો પોલીટેક્નીક કોલેજ ભુજ ખાતે અભ્યાસકરતા હોઇ એક વર્ષ અગાઉ સમ્પકર્મા આવેલા અને મોજ સોખ માટે ચોરીઓ કરતા હોવાનુ હકીકત જણાવેલ તેમજ આ આરોપી રાજેશ ભુરા ફફલએ આજ દિવસ સુધીમાં ત્રણેય મિત્રોઓએ સાથે મળી કુલ-૧૯ મો.સા. ચોરી કર્યાનુ હકીકત જણાવેલ છે જે બાબતે વધુ તપાસ જારી રાખી અન્ય કોઇ ઇસમો સંડોવાયેલ છે તે બાબતે શ્રી બી.એમ. દેશાઇ સા. ના.પો.અધિ.શ્રી ભુજ વિભાગના માર્ગદર્શન હેઠળ તાપસ જારી રાખેલ છે