ભુજ શહેર વિસ્તાર માંથી અલગ અલગ જગ્યાએથી છરી સાથે બે ઇસમોને પકડી પાડતી એલ.સી.બી.પશ્વિમ શાખા

મે.શ્રી પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, સરહદી રેન્જ, તથા પોલીસ અધિક્ષકશ્રી સૈોરભ તોલંબીયા સાહેબ પશ્વિમ કચ્છ ભુજનાઓએ આગામી દિવાળીના તહેવાર અનુંલક્ષીને પશ્વિમ કચ્છ જીલ્લામાં હોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ પશ્ચિમ કચ્છ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અન્વયે આપેલ માર્ગદર્શન આધારે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.બી.ઓૈસુરાનાઓની સુચના થી એલ.સી.બી.ની અલગ અલગ ટીંમો બનાવી પેટ્રોલીંગ કરતા પેટ્રોલીંગ દરમ્યાન ભુજ મધ્યે રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ કલીક હોટલની સામે મેઇન રોડ પરથી આરોપી આશિફ ઇસ્માઇલ મમણ, ઉ.વ.૨૬ રહે.ગામ નાના વરનોરા (નાગોર) તા.ભુજ-કચ્છ વાળો ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં છરી રાખી મજકુર ઇસમે જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી કચ્છ-ભુજનાઓના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી મળી આવતા મજકુર વિરૂધ્ધ જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે. સોપવામાં આવેલ. ??તેમજ એક ટીંમ ભુજ મધ્યે આવેલ જુના બસ સ્ટેશન પાસે આવેલ ભારત જયુશની દુકાનની સામે મેઇન રોડ પર પેટ્રોલીંગ દરમ્યાન આરોપી અબુહોરૈરા સ/ઓ જકરીયા હિંગોરા ઉ.વ.૨૫ રહે.રીસ્કી ફાર્મ અરજનપર,ગઢવાળા,ધનાવાડા તા.અબડાસા કચ્છ-ભુજ. વાળો ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં છરી રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી કચ્છ-ભુજના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી મળી આવતા મજકુર વિરૂધ્ધ જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી ભુજ શહેર એ ડિવીઝન પો.સ્ટે. સોપવામાં આવેલ.