માનકુવા પોલીસ સ્ટેશનનામાં દાખલ થયેલ ખુનના ગુન્હા કામે આશરે ચૈોદ મહિનાથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ

મે.શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રીવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૈોરભ તોલંબિયા સાહેબ પશ્વિમ કચ્છ-ભુજ માર્ગદર્શન થી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઓૈસુરા એલ.સી.બી.પશ્વિમ કચ્છનાઓની સુચનાથી પશ્વિમ કચ્છ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે માનકુવા પો.સ્ટે.માં દાખલ થયેલ ખુનના કેસમાં ચૈોદ મહિનાથી નાસતો ફરતો આરોપી મોહમદ રફીક ઉર્ફે અપીયો સ/ઓ સાલેમામદ જીયેજા ઉ.વ.૪૫ રહે.મલેક ફળીયુ, ભુજ-કચ્છ. વાળાને આશાપુરા રીંગ રોડ પબુરાઇ ફળીયા પાસેથી પકડી પાડી માનકુવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૦/૧૮ આઇ.પી.સી.કલમ-૩૦૨,૩૦૭,૩૨૩,૧૨૦બી વિ. મુજબના ગુન્હા કામેની કાર્યવાહી કરવા સારૂ માનકુવા પો.સ્ટે.ને સોપવામાં આવેલ.