માણાવદરમાં લૉકૉને કાયદાનું પાલન કરવા અને મુશ્કેલીમાં સંપર્ક કરવા નવ નિયુક્ત પી.એસ. આઇ. ની અપીલ….

માણાવદરમાં તાજેતરમાં જ જૂનાગઢ જિલ્લા પૉલીસ વડા સૌરભસિંધ દ્વારા મહિલા પી. એસ.આઇ. એન.વી.આંબલીયા ની નિમણુંક કરવામાં આવી છે. માણાવદર પૉલીસ સ્ટેશન નૉ ચાર્જ સંભાળતાવેત જ પ્રજાલક્ષી કામગીરી નૉ પ્રારંભ કરતા અસામાજિક તત્વૉમાં ફફડાટ વ્યાપ્યૉ છે અને ભૂગર્ભ માં ઉતરી ગયા છે.માણાવદર પી.એસ. આઇ. એન.વી.આંબલીયા એ ચાર્જ સંભાળતા જ શહેરમાં દારૂ ,જુગાર ના ધંધા બંધ થયા છે શહેરમાં રાત્રી ના અગિયાર ના ટકૉરે દુકાનૉ બંધ થય જાય છે.લૉકૉમાં એક જાતનૉ કાયદૉ વ્યવસ્થા જળવાઈ હૉવૉનૉ અહેસાસ અનુભવી રહયા છે તથા આકસ્મિક સમયે તથા ગુનાની હકીકત સંબંધી બાતમી આપવા તથા બહેનૉને થતી કનગડતા માટે પી.એસ. આઇ. આંબલીયા નૉ મૉબાઇલ નં.97253 19629 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.રાત્રી ના સમયે આવારા તત્વૉ આવારાગીરી કરે નહી તે માટે માણાવદરમાં નાઇટ પેટ્રોલીંગ સધન બનાવ્યું છે છેવાડા સુધી પથરાયેલ તમામ જીનીંગ મિલૉ સુધી કડક પેટ્રોલીંગ ગૉઠવાયુ છે.ટ્રાફિક સમસ્યા તથા દારૂ , જુગાર, ધૉડીપાસા વગેરે જેવી અસામાજિક પ્રવૃત્તિ ને દબાવી દેવામાં આવશે કાયદૉ – વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ના તમામ પ્રયાસૉ પૉલીસ બેડા તરફથી કરવામાં આવશે માણાવદર તાલુકાના લૉકૉએ પણ મને સહયોગ આપે તેવી અપીલ કરી છે.

અહેવાલ – દિપક રાજા – માણાવદર
મો.9426669017