કોઠારા પાસેથી દેશી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું

પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ પૂર્વ બાતમીના આધારે કોઠારા નજીક કાર્બન ઈન્ડસ્ટ્રીમાં રેડ પાડી દેશી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપી પાડયું હતું અહીંથી ૫ ટન લાકડા અને ૧૦ ટન કાર્બન ભૂકી તેમજ જંગલી પ્રાણી દીપડાના માથાનું ચામડા સહિત ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો એસઓજી એ વિગતો આપતા જણાવ્યું હતું કે ભુજ થી નલીયા કોઠારા હાઇવે ઉપર કોઠારા ગામ નજીક ગેરકાયદેસર બંદૂક બનાવવાનું કારખાનું ચાલતું હોવાની બાતમી મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ખુશ્બુ કાર્બન ઇન્ડસ્ટ્રીઝ મારવાડી દેશી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપી પાડયું હતું અહીંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દેશી બંદુક બનાવવાની સામગ્રી તેમજ અણીદાર ભાલો સહિત ૮૮૮૩ ના મુદ્દામાલ સાથે સિકંદર મીઠુંબાવા પઢિયાર રહે કોઠારા ને ઝડપી પાડયો હતો તેની સાથોસાથ ઇન્ડસ્ટ્રીના નામે ચાલતા દેશી બંદુક બનાવવાના કારખાનામાં થી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે પાંચ ટન લાકડું દસ ટન કાર્બન ભૂકી અને જંગલી પ્રાણી દીપડાના માથા સહિતનું ચામડું કબજે કર્યું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દીપડાના માથુ અને ચામડું વનવિભાગને સોપીયુ હતું તેમજ દેશી બંદુક બનાવવાની સામગ્રી કોઠારા પોલીસને સોંપી હતી કોઠારા પોલીસે આ મામલામાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે