તો, હવે ચાઇનીઝ ફર્નિચર ગુજરાતમાં બનશે?- ચાઈનીઝ કંપનીએ મુલાકાત લઈને પ્રોજેકટની શકયતા અંગે કંડલા પોર્ટના ચેરમેન સાથે કરી ચર્ચા

જો બધું જ સમુસુતરુ પાર ઉતર્યું તો, કંડલા મધ્યે ચાઈનીઝ ફર્નિચર બનવાનું શરૂ થઈ શકે છે. જોકે, અત્યારે કદાચ આ કહેવું દ્યણું વહેલું ગણાશે, પણ કેન્દ્રના શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ તાજેતરમાં કંડલા પોર્ટમાં ફર્નિચર પાર્ક સહિત ૬૫૦ કરોડના ખર્ચે અન્ય ઉદ્યોગો માટેના SIPC સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સીટીનું ખાતમુહૂર્ત અકિલા કર્યા બાદ અહીં ઔધોગિક એકમો દ્વારા પ્રોજેકટ અંગેની પૂછપરછ વધી રહી છે. આ અંગે ડીપીટીના ચેરમેન એસ.કે. મહેતાએ જણાવ્યું હતું કે, દેશના ટોચના ઉદ્યોગગૃહ ઈમામી ગ્રુપ દ્વારા અહીં કંડલા SPPCમાંપોતાનું અકીલા યુનિટ શરૂ કરાશે. જે સંબધિત જમીન એલોટમેન્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત અન્ય ભારતીય કંપનીઓની પૂછપરછ વચ્ચે ચાઈનિઝ કંપનીઓ દ્વારા પણ પૂછપરછ શરૂ થઈ છે. ચીન સ્થિત ચાઈનીઝ ફર્નિચર ઉત્પાદકોના ભારતમાં વેંચાણ અંગેની કાર્યવાહી સાથે સંકળાયેલા ચાઈના વુડ માર્કેટ ઓપરેશન શ્રીમતી જેન ગુઓ ઉપરાંત ભારતમાં લાકડાંના ફર્નિચરના વેચાણ સાથે સંકળાયેલ બિઝનેસ ડેવલપમેન્ટ ફોરેસ્ટરી ઇનોવેશન કન્સલટિંગ પ્રા.લી.ના અજય પીમ્પલ, કેનેડિયન વુડ માર્કેટના બિઝનેસ મેનેજર ગજાનન પાટણકરે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન એસ.કે. મેહતા સાથે કંડલા પોર્ટ મધ્યે SIPC માં બની રહેલ ફર્નિચર પાર્ક અંગે ચર્ચા વિચારણા કરીને અહીં ચાઇનીઝ ફર્નિચર ઉત્પાદકો દ્વારા જો યુનિટ શરૂ કરવામાં આવે તો જમીન તેમ જ અન્ય શું શું માળખાગત સુવિધાઓ મળી શકે તે અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી માહિતી મેળવી હતી. ડીપીટીના ચેરમેન એસ.કે. મહેતાએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ચાઇના વુડ માર્કેટ ઓપરેશનના શ્રીમતી જેન ગુઓએ અહીં ચાઇનીઝ ફર્નિચર કંપનીઓ માટે વ્યાપારની ઉજ્જવળ તકો હોવાનું જણાવ્યું હતું. શ્રીમતી જેન ગુઓના મંતવ્ય પ્રમાણે ફર્નિચર પાર્કના માધ્યમથી ચીન ભારત વચ્ચે વ્યાપારી સંબંધોનું આદાન પ્રદાન વિકસે તે જરૂરી છે. શ્રીમતી જેન ગુઓને ડીપીટીના ચેરમેન શ્રી મહેતાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા લ્ત્ભ્ઘ્ માં ૧૦૦ એકર જમીન અને વધુ જોઈએ તો વધુ જમીન પણ ચાઈનીઝ ફર્નિચર ઉત્પાદકોને નિયમ અનુસાર ફાળવાશે તેમ જ આંતર જળ માર્ગ પરિવહન દ્વારા દરિયાઈ રસ્તે ભારતના અન્ય શહેરોમાં ચાઈનીઝ ફર્નિચર પાર્કના ઉત્પાદકોને તેમનો માલ સરળતા પૂર્વક મોકલવા માટેની જરૂરી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરાવાશે. આ પ્રતિનિધિ મંડળ સાથે કંડલા ટીમ્બર એસોસિએશનના ટીનુભાઈ ગાંધી પણ જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહુ આયામી સાગરમાલા યોજના અંતર્ગત કંડલા બંદરની લગોલગ ૮૫૦ એકર જમીનમાં રેલ, રોડ અને જળમાર્ગની માળખાગત સુવિધાઓ સાથે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સીટીનું ૬૫૦ કરોડના ખર્ચે નિર્માણ હાથ ધરાયું છે. કંડલા મધ્યે લાકડાની આયાત કરતા ૨૦૦૦ જેટલા આયાતકારો છે, જેઓ વિદેશથી લાકડું મંગાવીને અહીંથી દેશભરમાં લાકડું મોકલે છે. અત્યારે, ગુજરાત સહિત દેશભરમાં અત્યારે ચાઈનીઝ ફર્નિચરનો ક્રેઝ વધ્યો છે.