રાપરમાં કરણી સેનાના અધ્યક્ષ વિરુદ્ધ ફોજદારી

રાપરની સભામાં ઉશ્કેરણીજનક ભાષણ મુદ્દે કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ રાજસિંહ શેખાવત વિરૂધ્ધ એટ્રોસિટિ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. રામજીભાઇ પચાણભાઇ ભદ્રુની ફરિયાદ મુજબ ગત સાંજે 4 થી 4.30 દરમિયાન રાપરના દેનાબેંક પાસે યોજાયેલી સભામાં કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ રાજસિંહ શેખાવતે ઉશ્કેરણીજનક શબ્દો બોલી, અનુસૂચિત જાતિ સહકારી મંડળીને સરકાર દ્વારા ફાળવાયેલી જમીન મુદ્દે અને જાનથી મારી નાખવાની ધમકી પોતાના ભાષણમાં આપી વૈમનશ્ય ફેલાવવાની કોશીષ કરી છે. રાપર પોલીસે રાજસિંહ શેખાવત વિરૂધ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે