ગે.કા રીતે કતલખાને લઈજવાતા પાડા (જીવ)નંગ-૦૭ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભુજ શહેર બી-ડીવીઝન પોલીસ

ગેરકાયદેસર રીતે થતા પશુના કતલ તથા પશુઓની હેરાફેરી ના કેસો શોધી કાઢવા માટે આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ ભુજ શહેર બી.ડીવી.પો.સ્ટેના પો.ઈન્સ એમ.એન.ચૌહાણ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગઈ કાલ તા.૦૧/૧૧/૧૯ ના રોજ પો.હેડ કોન્સ. નરેન્દ રાણાભાઈ ધરડા તથા અ.પો.કોન્સ નરેશગીરી જેઠગીરી સ્વામી ભુજ શહેર બી-ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રલીંગમાં હતા દરમ્યાન માધાપર થી શેખપીર તરફ આવતા પુનમ હોટલ સામે રોડની સાઈડમાં એક બોલેરો મેક્ષ પીકપ ગાડી જેના રજી નંબર જીજે-૧૨-એવી-૫૮૧૫ વાળુ સંકાસ્પદ હાલતમાં પડેલ જોવામાં આવેલ જે ગાડી તેમજ ડ્રાઈવર આરોપી મિઠા મિયાર ખાસકેલી ઉ.વ.ર# રહે.સાપેડા (વાડીવિસ્તાર) ,તા.અંજાર મુળ રહે.બેરડો(બન્ની) ,તા.ભુજ વાળો પોતાના કબ્જાની ઉપરોક્ત ગાડીમાં પાડા નંગ-૦૭ વગર પાસ પરમીટે ઘાસચારા તથા પાણીની ઉપલબ્ધી વગર હુર રીતે દોરડાથી નજીક-નજીક બાંધી ખીચોખીચ ભરી ડ્રાઈવીંગ લાઈસંન્સ વગર ચલાવી પાડાઓને ગેરકાયદેશર કતલ કરવાના ઈરાદે હેરાફેરી કરતા મળી આવેલ હોઈ કુલે મુદામાલ (૧) મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા (૨) બોલેરો મેક્ષ પીકપ ગાડી જેના રજી નંબર જીજે-૧૨-એવી- ૫૮૧૫ વાળી જેની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા (૩) પાડા(જીવ) નંગ-૦૭ કિ.રૂ. ૧૪,૦૦૦/-ના એમ કુલે મુદામાલ કિ.રૂ.૧,£૯, ૦૦૦/- સાથે મળી આવી પકડાઈ ગયેલ હોઈ જેના વિરૂઘ્થ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી હાથ ધરેલ છે.