ગાંધીધામના ભારતનગર માં છ વર્ષની બાળકીનું અપહરણ કરવાની કોશિષ કરનાર બે મહિલાઓને પોલીસે ઝડપી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સવારના અરસામાં બે મહિલાઓ બાળકીને મંદિરે લઈ જવાનું કહીને અપહરણ કરવાની કોશિશ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કુલ ૬ મહિલાઓ ને પૂછપરછ માટે પોલીસ મથકે લઇ ગઇ હતી જેમાં બે સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ભારતનગર માં ક્રિષ્ના સોસાયટી પ્લોટ નંબર ૨૫૨ માં રહેતા કોમલબેન નિલેશભાઈ વાંઝા ની છ વર્ષની પુત્રી પ્રગતિ ઘર બહાર રમતી હતી ત્યારે માંગવા વાળા મીઠીબેન દેવસી ફુલવાદી અને ચુનીબેન જામફર ફુલવાદી ઘરે ભિક્ષા માગવા આવી ને છ વર્ષની પ્રગતિને ચાલ મંદિરે દર્શન કરવા લઇ જાવ કેમ કહી લઈ જતી હતી ત્યારે પરિવારજનોનું ધ્યાન જતા બંને મહિલાઓ ના અવાજ કર્યો જેના પગલે બંને મહિલાઓ બાળકોને મૂકી ભાગી છૂટી હતી ત્યાર બાદ લોકોએ તુંરત પોલીસને ઘટના સ્થળ ઉપર બોલાવી હતી પોલીસે સ્થળ પર આવી આ બંને મહિલાઓની ધરપકડ કરી હતી સાથોસાથ અન્ય ચાર મહિલાઓને પણ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી બાદમાં આ બંને મહિલાઓ ઉપર બાળકીના અપહરણનો કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરાય છે