આદિપુર આવતા યુવાનને બસમાં બેભાન કરી રૂ.ર.૧પ લાખના દાગીના સેરવી લેવાયા

મુસાફરી દરમિયાન સહ પ્રવાસીને ખાદ્ય પદાર્થ ખવડાવી બેહોશ કર્યા બાદ પ્રવાસીના દર દાગીના અને રોકડ લુંટવાના બનાવો અવારનવાર બનતા રહે છે ત્યારે કંઈક આવો જ બનાવ બનવા પામ્યો છે. અમદાવાદમાં રહેતો ૨૬ વર્ષિય યુવાન હરિઓમ સુરેશકુમાર ઠક્કર આદિપુર માસાના ઘરે આવતો હતો ત્યારે લકઝરી બસમાં તેની સાથે સવાર સહપ્રવાસીએ ઘેનયુક્ત બિસ્કીટ ખવડાવીને તેણે પહેરેલા ૨.૧૫ લાખના દાગીના કાઢી લીધા હતા. આ બનાવ અંગે આજે સવારે બી ડીવીઝન પોલીસ માથકે ફરિયાદ નોંધાવા પામી હતી.હરિઓમ ઠકકર અમદાવાદના થલતેજમાં રહે છે અને સીસીટીવી અને હોમ થીયેટર જેવી ઈલેકટ્રોનીક ચીજવસ્તુઓનો વેપાર ધંધો કરે છે. તેના માસા અવિનાશ આદિપુરમાં રહે છે. હરિઓમના સંબંધીના ઘરે ખોળો ભરાવવાનો પ્રસંગ હોઈ ઈસ્કોન સર્કલાથી સહજાનંદ ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આદિપર માસાના ઘરે આવવા રવાના થયો હતો. સીટમાં તેની સાથે અન્ય એક અજાણ્યો પ્રવાસી પણ સવાર હતો. જેને હરિઓમ સાથે પ્રાથમ વાતચીત કરી પરિચય કેળવ્યો હતો. તેને પાણી અને વેફર ખાવા ઓફર કરી હતી. પરંતુ પોતાને એસીડીટી હોવાથી તે લીધા ન હતા. અજાણ્યા શખ્શે એસીડીટી હોય તો આ બિસ્કીટ ખાવ, રાહત થશે, તેમ કહી બિસ્કીટ આપ્યુ હતુ. અને બાદમાં અડધુ પડધુ બિસ્કીટ ખાધુ હતુ. ત્યારબાદ બસ વિરમગામ પાસે કોઈ હોટલ પાસે ઉભી રહી હતી. બેઉ જણ નીચે ઉતર્યા હતા. બંને જણાએ સીગારેટ પીધી હતી. પછી તે બસમાં આવીને સુઈ ગયો હતો.અને ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો. સવારે કંડકટરે ઉઠાડયો ત્યારે ભુજ આવી ગયો હતો.આૃર્ધબેભાન અવસૃથામાં જયુબીલી સર્કલ પર ઉતરી ગયો હતો. આવી હાલત જોઈ રિક્ષા ચાલકે તેના મોબાઈલ ફોન પરાથી તેના માસાને જાણ કરી હતી. જેાથી,તેના માસાએ ભુજમાં રહેતા તેમના મિત્ર સુરેશભાઈને આ અંગે જાણ કરી અને તેમના ઘરે લઈ જવા જાણ કરી હતી. ત્યારબાદ, હરિઓમને આૃર્ધ બેભાન અવસૃથામાં તેના માસા આદિપુર લઈ ગયા હતા. સાંજે સાડા પાંચ વાગ્યે તે ઉઠયો ત્યારે માસાના ઘરે સુતો હતો. તેને પહેરેલી ૬૦ હજારની કિંમતની ૩ વીંટી, ૬૦ હજારની કિંમતની ૨૨ ગ્રામ સોનાની ચેઈન, કાંડા પર પહેરેલુ ૯૫ હજારનું ૩૭ ગ્રામ સોનાની લક્કી અને ખિસ્સામાં રહેલા ૫૦૦ રૃપિયા ગાયબ હતા. દિવાળીના તહેવારોમાં તેની તબિયત સારી ન હોવાથી તેને ફરિયાદ મોડી નોંધાવી હતી.