ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં રોકાવા પર પોલીસ નહિ કરી શકે હેરાન, જાણો વિગત

હોટલમાંથી અપરણિત યુગલની પોલીસ નહિ કરી શકે ધરપકડ

અપરણિત યુગલને પોતાની મરજીથી હોટલમાં રોકવાનો અધિકાર છે જો તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે કોઈ હોટલમાં રોકાયા છો અને પોલીસ પૂછપરછ કરવા આવે તો ગભરાવાની જરૂર નથી. અપરણિત યુગલનું હોટલમાં એકસાથે રોકાવું એક કોઈ ગુનો નથી. પોલીસને હોટલમાં રોકાયેલા કોઈ પણ અપરણિત યુગલને પરેશાન કે ધરપકડ કરવાનો કોઈ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટના સિનીયર એડવોકેટ વિનય કુમાર ગર્ગનું કહેવું છે કે, અપરણિત કપલને હોટલમાં સાથે રહેવાનો અને એકબીજાની સહમતીથી શારિરીક સંબંધ બાંધવાનો મૌલિક અધિકાર છે. જો કે તેની એક શરત છે કે બંને પુખ્ત હોવા જોઈએ. સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કરી ચૂકી છે કે સંવિધાનના અનુચ્છેદ 21 અનુસાર મળેલા મૌલિક અધિકારમાં પોતાની મરજીથી કોઈની સાથે રહેવા અને શારિરીક સંબંધ બાંધવાના અધિકારનો સમાવેશ પણ થાય છે. તેના માટે લગ્ન કરવા જરૂરી નથી. તેનો અર્થ એ કે જો કોઈ યુગલ લગ્ન કર્યા વગર હોટલમાં સાથે રહે છે તો તે તેનો મૌલિક અધિકાર છે. સિનીયર એડવોકેટ વિનય કુમાર ગર્ગનું કહેવું છે કે, જો હોટલમાં રોકાણ દરમિયાન અપરણિત યુગલને પોલીસ હેરાન કરે અથવા ધરપકડ કરે તો તે તેના મૌલિક અધિકારનું હનન માનવામાં આવશે. પોલીસની કાર્યવાહીના વિરોધમાં કપલ સંવિધાનના અનુચ્છેદ 32 અનુસાર સુપ્રીમ કોર્ટ અથવા અનુચ્છેદ 226 અનુસાર ડાયરેક્ટ હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. સિનીયર પોલીસ અધિકારીને પણ ફરિયાદ કરી શકાય ગર્ગ અનુસાર હોટલમાં રોકાયેલ અપરણિત યુગલને જો કોઈ પોલીસકર્મી હેરાન કરે તો તે પોલીસકર્મી વિરુધ જિલ્લા પોલીસ અધિક્ષક કે તેના ઉપરી પોલીસ અધિકારીને પણ ફરિયાદ કરી શકાય છે. તે સિવાય પીડિત યુગલ પાસે માનવાધિકાર આયોગમાં ફરિયાદ કરવાનો પણ વિકલ્પ છે.એક સવાલના જવાબમાં સીનિયર એડવોકેટ ગર્ગે કહ્યું કે, હોટલવાળા કપલને અપરણિત ન હોવાનું કારણ આપી રોકાવા પર રોક લગાવી શકે નહી. અને જો હોટલ આવું કરે તો તેને પણ મૌલિક અધિકારનું હનન માનવામાં આવશે. તેનો અર્થ એ કે અપરણિત યુગલ હોટલનું ભાડું ચુકવી આરામથી રહી શકે છે. આ સિવાય ઈન્ડિયન હોટલ ઈન્ડસ્ટ્રીની મુખ્ય સંસ્થા હોટલ એસોસિએશન ઓફ ઈન્ડિયાનો પણ એવો કોઈ નિયમ નથી કે અપરણિત યુગલ હોટલમાં રોકાઈ ના શકે.