માંડવી તાલુકાના બિદડા માં સગીરાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું માંડવી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે બિદડા માં રહેતા કાજલબેન મનુભાઈ પારસિંગ રાઠવા ઉંમર વર્ષ ૧૭ એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે