ભુજ એ.સી.બી.ના સુપર વિઝનમાં બીજી સફળ ટ્રેપ : બહુમાળી ભવનમાં ફૂડ એન્ડ દ્રગ્સ વિભાગના સિનિયર કલાર્ક 5000/- લેતા ઝડપાયા

કેટરિંગની વ્યવસાય કરતા અરજદારને લાયસન્સની જરૂરત હોઈ તેને લાગતા વળગતા ખાતામાં ફૂડ એન્ડ ડ્રગ્સ માં અરજી કરેલ હતી જે અનુસંધાને તેની પાસેથી લાયસન્સ બનાવી આપવા લાંચની માંગણી કરવામાં આવેલ હતી. જે રકમ સ્વીકારતા આરોપી (૧) વિજય દયારામ ભીલ, સીનીયર કલાર્ક (વર્ગ-૩), ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ભુજ તા ૦૭/૧૧/૨૦૧૯ રૂમ નં. ૩૦૬, બહુમાળી ભવન, ભુજ ખાતે સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.જેમાં લાંચની માંગણીની રકમ ૫૦૦૦/- રીકવર કરેલ હતી. એ. સી. બી.ના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આ કામના ફરીયાદી કેટરીંગનો વ્યવસાય કરવા માંગતા હોઈ તેમને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી લાયસન્સ મેળવવુ જરૂરી હોઈ જરૂરી દસ્તાવેજી કાગળો સાથે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી આપેલ હતી ત્યાર બાદ થોડા દીવસો બાદ આ કામના આક્ષેપિત લાયસન્સનુ કામકાજ સંભાળતા હોઈ તેમને મળી લાયસન્સ બાબતે પુછતાછ કરેલી. જેથી આ કામના આક્ષેપિત એ કહેલ કે લાયસન્સ તૈયાર છે પણ વ્યવહાર નુ સુ..? તેમ કહી લાંચ પેટે રૂ.૫૦૦૦/- ની માગણી કરેલી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોઈ એસીબીનો સંપર્ક કરતાં છટકાનુ આયોજન કરતાં આક્ષેપીતે લાચનાં નાંણાની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયા હતા. આ સફળ ટ્રેપ કરનાર અધિકારી કે.જે. પટેલ,
પોલીસ ઇન્સ્પેક્ટર, બનાસકાંઠા. સી. બી. પો. સ્ટે., તથા તેમની ટીમ અને સુપર વિઝન અધિકારી કે.એચ. ગોહીલ, મદદનીશ નિયામક, એ. સી. બી. બોર્ડર , ભૂજ વાળા આ કાર્યવાહી કરેલ હતી.