ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં એ.એસ.આઇ. નરેન્દ્ર જયદ્રથ યાદવનાઓ સ્ટાફ સાથે દાદુપીર રોડ વિસ્તાર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકીકત અન્વયે રજબઅલી બરકતઅલી પઠાણ, રહે.ભીડનાકા, સીતારા ચોક, ભુજ તથા વાળા કાળા કલરના બજાજ કંપનીના શંકાસ્પદ મોટર સાયકલ સાથે મળી આવતા બંને પાસે આધાર પુરાવા ન હોઇ અને બંને જણાએ પોતાના મિત્ર નદીમ મણીયાર સાથે મળી મુંદરા તાલુકાના મોટી ભુજપર ગામેથી ૧૭ દિવસ પહેલા ચોરી કરેલ હોવાની કબુલાત આધારે પલ્સર મોટર સાયકલ કિં.રૂા.૭પ,૦૦૦/- સી.આર.પી.સી.કલમ ૧૦ર મુજબ કબ્જે કરી બંને ઇસમો (૧) રજબઅલી બરકતઅલી પઠાણ, રહે.ભીડનાકા, સીતારા ચોક, ભુજ તથા (ર) સોયબ સલીમ ઘાંચી, રહે.ભીડનાકા બહાર, જમાતખાનાની બહાર, ભુજ વાળાઓને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી તેઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવેલ છે.