BREAKING NEWS : જયંતિ ભાનુશાળી હત્યા કેસ ના બંને આરોપીને ભચાઉ કોર્ટમાં કરાયા રજૂ

પોલીસ બંને આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની કરશે માંગ.

કચ્છ ભાજપના નેતા જયંતી ભાનુશાળી હત્યા કેસ મામલે સુત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ રેલ્વે પોલીસની કસ્ટડીમાં છે. બંને આરોપીઓને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે . જ્યાં પોલીસ બંને આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની કરશે માંગ .પોલીસ કસ્ટડીમાં મનીષાની તબિયત લથડતાં તેને સારવાર આપવામાં આવી. તો ૩૦ કલાકની લાંબી મુસાફરી બાદ મનીષા અને સુરજીતનું કાયદાકીય પ્રક્રિયા મુજબ મેડીકલ ચેક કરાવાયુ છે. ભાનુશાળી હત્યામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસ તપાસ કરશે. બંને ફરાર હતા ત્યારે કોણે નાણાકીય મદદ કરી હતી. તથા છબીલ પટેલ સાથે તેમના સંબંધો સહિતની બાબતોની તપાસ માટે પોલીસ રિમાન્ડ માગશે. અગામી સમયમાં પોલીસ રિમાન્ડ દરમિયાન ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ કરવાની હોવાનું જાણવા મળી રહ્યું છે

ચાલુ ટ્રેને ભડાકે દેવાયેલા જયંતી ભાનુશાળીના મર્ડર કેસમાં હવે નવા ધડાકા ભડાકા થવાની શક્યતા

રિપોર્ટ બાય : અસલમ સોલંકી – ભચાઉ કરછ